________________
ઉપરોક્ત વિષયવ્યવસ્થા... એ યોજના તરીકે અભિપ્રેત જણાય છે એ જાણવું. વળી, જેઓ ક્રિયાઅભ્યાસમાં તત્પર છે એવા સાધકો, વિવક્ષિત જીવ સ્થાનાદિ સાચવશે કે નહીં ? (અને તેથી એ સ્થાનાદિના વિષયભૂત છે કે નહીં ?) એ સહજ જાણી શકે છે. માટે અહીં, આ વ્યવસ્થા પ્રક્ટ હોવી કહી છે, અર્થાત્ ક્રિયાભ્યાસમાં તત્પરજનને આ વ્યવસ્થા પ્રત્યક્ષ હોવી કહી છે. ॥ ૯॥
तामेवाह
अरिहंतचेइयाणं करेमि उस्सग्ग एवमाइयं । सद्धाजुत्तस्स तहा होड़ जहत्थं पयन्नाणं ॥ १० ॥ एयं चऽत्थालंबणजोगवओ पायमविवरीयं तु । इयरेसिं ठाणाइसु जत्तपराणं परं सेयं ॥ ११ ॥
અવતરણિકાર્થ : નવમી ગાથામાં જે યોજના કરવાનું કહ્યું તે યોજના જ ગ્રન્થકાર દર્શાવે છે
ગાથાર્થ : ‘અરિહંત ચેઇયાણં કરેમિ કાઉસ્સગ્ગ’ વગેરે રૂપે સૂત્રમાં જે પ્રકારે પઠ હોય તે પ્રકારે, શ્રદ્ધાયુક્તને (શ્રદ્ધાયુક્ત શ્રોતાને) યથાર્થ પદજ્ઞાન થાય છે. આ પરિશુદ્ધ પદજ્ઞાન અર્થ અને આલંબનયોગવાળાને પ્રાયઃ અવિપરીત જ નીવડે છે. અને ઇતર = અર્થ-આલંબનયોગશૂન્ય પણ જે જીવો સ્થાનાદિના સેવનમાં યત્નપર= પ્રયત્નશીલ હોય તેઓને પણ પરમશ્રેયોભૂત નીવડે છે.
अरिहंत इत्यादि । 'अरिहंतचेइयाणं करेमि काउस्सग्गं' एवमादि चैत्यवन्दनदण्डकविषयं 'श्रद्धायुक्तस्य = क्रियाऽऽस्तिक्यवतः तथा = तेन प्रकारेणोच्चार्यमाणस्वरसंपन्मात्राविशुद्धस्फुटवर्णानुपूर्वीलक्षणेन यथार्थं = अभ्रान्तं पदज्ञानं भवति । परिशुद्धपदोच्चारे 'दोषाभावे सति 'परिशुद्धपदज्ञानस्य श्रावणसामग्रीमात्राधीनत्वादिति भावः ॥१०॥
વૃત્તિઅર્થ : ‘અરિહંતચેઇયાણં કરેમિ કાઉસ્સગ્ગ’ ઇત્યાદિ ચૈત્યવન્દનદંડકનું શ્રદ્ધાયુક્તજીવને = ક્રિયાનું આસ્તિક્ય ધરાવનાર જીવને તથા = તે પ્રકારે = જે પ્રમાણે શાસ્ત્રોક્ત હોય તે પ્રમાણે અર્થાત ઉચ્ચારાતા સ્વર, સંપદા, માત્રા વગેરેની શુદ્ધિવાળા સ્પષ્ટ વર્ણોની આનુપૂર્વીથી યથાર્થ = અભ્રાન્ત પદજ્ઞાન થાય છે, કારણકે
યોગવિંશિકા....૧૦-૧૧
116
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org