________________
એ દ્વારા સ્થાનાદિ) કોઈ અયોગ્ય જીવને આપી દેવા રૂપ વૈપરીત્ય થાય નહીં. વળી યોગ્ય જીવને પણ સ્થાનાદિ આપવામાં આવે ત્યારે પ્રથમયા એ પ્રાયઃ કરીને ઇચ્છાયોગભેદે જ પ્રાપ્ત થાય છે. ક્વચિત્ કોઇકને પ્રવૃજ્યાદિભેદે પ્રાપ્ત થાય તો પણ સ્થાનાદિ આપવાની પ્રક્રિયામાં કશો તફાવત હોતો નથી. માટે અહીં સામાન્યથી સ્થાનાદિ યોગની યોજના બનાવી છે. એના ઇચ્છાદિ પ્રતિભેદોની નહીં.)
જો કે ચૈત્યવન્દનમાં યોગ્ય મુદ્રાપાલન એ સ્થાનયોગ છે, વિશુદ્ધરીતે સૂત્રોચ્ચાર એ ઊર્ણયોગ છે.* વગેરે રીતે વિષયવિભાગ દર્શાવવો એને પણ અહીં યોજના તરીકે કહી શકાય છે. પણ આગળ ૧૦મી વગેરે ગાથામાં કે જ્યાં આ યોજના દર્શાવવાની છે, એમાં આવું કોઇ વિષયવિભાજન ન દર્શાવતા “આવા જીવને
સ્થાનાદિયોગનો આ લાભ થાય, માટે એ અધિકારી છે. આવા જીવને આ રીતે લાભ શક્ય છે, માટે એ પણ અધિકારી છે.. વળી અમુક પ્રકારના જીવને કશો લાભ થતો નથી. માટે એ અનધિકારી છે. આવું વિષયવિભાજનદર્શાવ્યું છે, માટે પ્રસ્તુતમાં,
* ફરીથી, આ જાણી લેવું કે કાયાનું શાસ્ત્રનિયંત્રિત પ્રવર્તન એ જ સ્થાનયોગ છે, વાણીનું શાસ્ત્રનિયંત્રિત પ્રવર્તન એ જ ઊર્ણયોગ છે. એટલે પોતાનો ઉપયોગ ક્યારેક સ્થાનમાં વર્તે છે. ક્યારેક ઊર્ણમાં વર્તે છે.. વગેરે રૂપે સ્થાનમાં વર્તતો ઉપયોગ એ સ્થાનયોગ... વગેરે અર્થ ઉપસાવવાની જરૂર નથી. કારણકે ઉપયોગને જ જો સ્થાનાદિયોગ તરીકે માનવાનો હોય તો સ્થાનાદિ પણ જ્ઞાનયોગ બની જાય. ક્રિયાયોગરૂપ રહે નહીં. અલબત્ અધ્યાત્મસારમાં પવિશુદ્ધસ્થ શ્રદ્ધાપરિયોતિ: / અક્ષત તિત્વજ્ઞાનયોગ નતિમતા એવા શ્લોકદ્વારા સ્થાનાદિ ક્રિયાયોગને પણ જ્ઞાનયોગ તરીકે કહ્યો છે. પણ એ જુદી વિવેક્ષા છે. એ જ વિવક્ષાથી અહીં પણ સ્થાનાદિને જો જ્ઞાનયોગ તરીકે લઈ લેવાના હોય તો અહીં યોગના જે કર્મયોગ અને જ્ઞાનયોગ એમ બે વિભાગ દર્શાવ્યા છે તે ઊભા ન રહી શકે, કારણ કે સ્થાનાદિ પણ જ્ઞાનયોગમાં જ સમાવિષ્ટ થઈ જાય છે. માટે અહીં તો ક્રિયાત્મક હોય તે કર્મયોગ” એટલી જ વિવક્ષા હોવાથી સ્થાનઊણને ક્રિયાત્મક જ લેવાના છે, ઉપયોગાત્મક નહીં એ સ્પષ્ટ છે. તથા સ્થાનાદિમાં છિન્નજ્વાલા દષ્ટાન્ત ઉપયોગ જાય એનો નિષેધ કરવાનો પણ અહીં અભિપ્રાય નથી. અમારો અભિપ્રાય એટલો જ છે કે સ્થાનયોગ તરીકે કાયાનું શાસ્ત્રનિયત્રિત પ્રવર્તન જ મુખ્યતયા અભિપ્રેત છે, એનો ઉપયોગ નહીં. જેમ આલબનભૂત પ્રતિમા પર દષ્ટિ સ્થિર કરવા-રાખવા રૂપ કિયા હોવા છતાં (અને આ કારણે “આ સાધક પ્રતિમાના કેવા દઢ આલંબનવાળો છે” એવી અન્યને પ્રતીતિ થતી હોવા છતાં) નો ઉપયોગ બીજે ક્યાંક ભટકતો હોય તો આલંબન યોગ કહેવાતો નથી, ઉપયોગ પ્રતિમામાં સ્થિર હોય તો જ આલંબનયોગ કહેવાય છે. અર્થાત્ એમાં યિા ગૌણ છે, ઉપયોગ જ પ્રધાન છે. માટે એ જ્ઞાનયોગ છે. એમ સ્થાન અને ઊર્ણમાં (છિન્ન જ્વાલા દષ્ટાંતે ઉપયોગ જતો હોવા છતાં અને) મુખ્ય સતત ઉપયોગ ન હોવા છતાં જો પરપ્રત્યય જનક અને બાહ્ય કિયા રૂપ એવું કાયા/વાણીનું શાસ્ત્ર નિયંત્રિત પ્રવર્તન છે તો સ્થાન/ઊર્ણયોગ કહેવાય જ છે. અર્થાતુ એમાં ઉપયોગ ગૌણ છે ને ક્યિા મુખ્ય છે. માટે એ ક્વિાયોગરૂપ જ છે. ચિત્યવંદનમાં સ્થાનાઠિયોગ
(115)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org