________________
આ ૮૦ ભેદુંની સંગતિ કરવા માટે એક વિચારણા બતાવી. બાકી તત્ત્વ તો બહુશ્રુતો જાણે છે.
આમ, પાંચમી-છઠ્ઠી ગાથામાં ઇચ્છાદિનું સ્વરૂપ દર્શાવીને, સાતમી ગાથામાં ઇચ્છાદિના કારણભૂત શ્રદ્ધા વગેરે જન્ય ક્ષયોપરામભેદોને જણાવીને અને આઠમી ગાથામાં ઇચ્છાદિના કાર્યભૂત અનુકંપાદિ જણાવીને ઇચ્છાદિભેદોનું વિવેચન કર્યું. હવે, ઇચ્છાદિભે ભલે સ્થાનાદિ ભિન્ન ભિન્ન છે, પણ એ ભેદને નજરમાં લીધા વગર સામાન્ય રીતે સ્થાનાદિ યોગની યોજના ચૈત્યવંદનના દૃષ્ટાન્તથી કરવી જોઇએ એવી ગ્રન્થકાર નવમી ગાથામાં સલાહ આપે છે
एवं ठियम्मि तत्ते नाएण उ जोयणा इमा पयडा चिइवंदणेण नेया, नवरं तत्तण्णुणा सम्मं ॥ ९ ॥
ગાથાર્થ : તત્ત્વ આ પ્રમાણે હોવું નિશ્ચિત થયે, તત્ત્વના જાણકારે ચૈત્યવંદન રૂપ દષ્ટાન્ત સાથે આવી સમ્યક્ રીતે આ પ્રમાણે પ્રગટ યોજના જાણવી.
एवं इत्यादि । एवं = अमुना प्रकारेणेच्छादिप्रतिभेदैरशीतिभेदो योगः, सामान्यतस्तु स्थानादिपञ्चभेद इति तत्त्वे = योगतत्त्वे स्थिते = व्यवस्थिते ज्ञातेन तु = दृष्टान्तेन तु चैत्यवन्दनेन इयं प्रकटा=क्रियाभ्यासपरजनप्रत्यक्षविषया योजना = प्रतिनियतविषयव्यवस्थापना नवरं = केवलं तत्त्वज्ञेन सम्यग् = अवैपरीत्येन ज्ञेया ॥ ९॥
વૃત્તિઅર્થ : આ પ્રમાણે ઇચ્છા વગેરે પ્રતિભેદોની અપેક્ષાએ યોગ ૮૦ પ્રકારનો છે અને સામાન્ય ભેદોની અપેક્ષાએ સ્થાનાદિ પાંચ પ્રકારનો છે એ પ્રમાણે યોગતત્ત્વ નિશ્ચિત થયે ચૈત્યવન્દનરૂપ દષ્ટાન્ત દ્વારા તત્ત્વના જાણકારે યોગને સેવવાના અભ્યાસમાં તત્પર સાધકોને જે પ્રત્યક્ષ છે એવી આ યોજના = પ્રતિનિયત વિષયની વ્યવસ્થાપના સમ્યગ્ = અવિપરીત પણે જાણવી.
વિવેચન : જોયોગના ૨૦ ભેઠો જ ગણવાના હોય તો અહીં પણ અતિમેવો યોગ: ના સ્થાને ‘વિંશતિમેવો યોગઃ’ એમ પાઠ હોવો જોઇએ. ચૈત્યવન્દન એ અહીં ધર્મવ્યાપારના દષ્ટાન્ત તરીકે લેવામાં આવ્યું છે. આશય એ છે કે યોગના અધિકારી જીવો કોણ અને અનધિકારી કોણ ? એ રીતે યોગના વિષયભૂત જીવોની ચોક્કસ વ્યવસ્થારૂપ યોજના તત્ત્વજ્ઞે સમ્યગ્ રીતે જાણવી જોઇએ. (જેથી ચૈત્યવન્દન અને
114
યોગવિંશિક....૯)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org