________________
પ્રવૃત્તિ વગેરે ચાર-ચાર ભેદ ગણતાં કુલ ૨૦ ભેદ થાય છે. એટલે અહીં ‘અશાતિર્મેવા:’ ના સ્થાને ‘વિંશતિર્મેવાઃ' એવો શબ્દ હોવો ઉચિત લાગે છે. કારણકે યોગના ૮૦ ભેદ શી રીતે ઘટાવવા એ એક પ્રશ્ન રહે છે. અનુકંપા વગેરે ચાર તો યોગના કાર્યભૂત છે, સ્વયં યોગરૂપ નથી. એટલે સ્થાનાદિ ૫ × ઇચ્છાદિ ૪ × અનુકંપાદિ ૪ = ૮૦ આમ કહી શકાય નહીં. વળી જ્ઞાનસારના યોગાષ્ટકના સ્વોપજ્ઞટખામાં ઉપાધ્યાયજી મહારાજે સ્વયં સ્થાનાદિ પાંચને ઇચ્છાદિ ચાર વડે ગુણતાં યોગના ૨૦ ભેદો થાય એમ જણાવ્યું છે. જો કે ત્યાં જ આગળ આ વીશે પ્રકારનો યોગ પ્રીતિ આદિ ચાર પ્રકારે છે એમ જણાવ્યું છે. ને તેથી ૨૦× આ પ્રીત્યાદિ ૪ = ૮૦ ભેદ થાય, આવી સંગતિ કરવાનું મન થઈ જાય એ સહજ છે. પણ એમાંય પ્રશ્ન તો ઊભો રહે છે કે આ યોગવિંશિકાની ૧૮ મી ગાથામાં ગ્રન્થકારે સ્વયં ચરમભેદમાં ચરમ યોગનો અન્તર્ભાવ જણાવ્યો છે. એટલે કે સ્થાનાદિ પાંચમાંના છેલ્લા અનાલંબન યોગનો પ્રીત્યાદિ ચારમાંના માત્ર છેલ્લા અનાસંગયોગમાં જ સમાવેશ કર્યો છે, પણ પ્રીત્યાદિ ચારેમાં નહીં, તેથી જ્ઞાનસારના ટખામાં જે વીરો પ્રકારના યોગને પ્રીત્યાદિ ચાર પ્રકારનો કહ્યો છે એનો અર્થ વીશે પ્રકારના યોગના પ્રીત્યાદિ ચાર ચાર પ્રકારો છે એવો કરી શકાય નહીં. માટે એનો અર્થ એવો જ કરવો પડે કે વીશે પ્રકારના યોગનો જુદી રીતે પ્રીત્યાદિ ચાર પ્રકારમાં સમાવેશ થાય છે ને આવો અર્થ કરીએ તો ૨૦ × ૪ = ૮૦ આ રીતે સંગતિ કરી શકાય નહીં. માટે અહીં વિંશતિર્મેવા: એવો પાઠ હોવો સમુચિત ભાસે છે. અલબત્ આગળ નવમી ગાથાની વૃત્તિમાં પણ અશીતિમેવો યોઽ: એવો જ પાઠ છે. એટલે ત્યાં પણ વિંશતિમેવો યોગ: એવો પાઠ માનવો પડે. ‘બન્ને સ્થળે કાંઇ લહિયાની ભૂલ ન થાય, ને તેથી યોગના ૮૦ ભેદ માનવા જોઇએ....’ આવો જો અભિપ્રાય રહેતો હોય તો આ અવતરણકામાં અનુમાવષેવેન વેચ્છાવિમેવિવેચન તમ્ આવી જે પંક્તિ છે એના પર પુનઃ વિચાર કરવો જોઇએ. આમાં કાર્યભેદે ઇચ્છાદિના ભેદની વાત કરી છે. ઇચ્છાયોગથી અનુકંપા, પ્રવૃત્તિયોગથી નિર્વેદ... વગેરે જ જો માનવાનું હોય તો અનુકંપા, નિર્વેદ...વગેરે કાર્ય ભિન્ન ભિન્ન હોવાથી ઇચ્છાયોગ, પ્રવૃત્તિયોગ... વગેરે જુદા જુદા છે આવું કહેવાનો વિશેષ મતલબ ન રહે, કારણકે ઇચ્છા-પ્રવૃત્તિ વગેરેનો ભેઠ તો સ્વરૂપભેદે પણ છે જ, પછી એનો કાર્યભેઠે ભેદ કહેવાની શી આવશ્યકતા ? માટે એમ માનવું જોઇએ કે ઇચ્છાયોગથી પણ અનુકંપા વગેરે ચારે ઉત્પન્ન થાય છે, પ્રવૃત્તિયોગથી પણ અનુકંપા વગેરે ચારે ઉત્પન્ન થાય છે, એમ સ્થિર ને સિદ્ધિયોગથી
(યોગવિંશિકા....૮)
www.jainelibrary.org
112
Jain Education International
For Private & Personal Use Only