________________
રહેવામાં શો વાંધો હોતો નથી. જેમકે ધૂમ વિના પણ અગ્નિ રહી શકે છે. પ્રભુદર્શન વગેરે નિમિત્તે શુભ અધ્યવસાય વધતાં સમ્યક્ત્વ પામી જાય ને હજુ સંવેગ-નિર્વેદ વગેરે ન પ્રગટ્યા હોય એવું બની શકે....
ન
ને છતાં, ઠેઠ સિદ્ધિયોગ ન આવે ત્યાં સુધી, સમ્યક્ત્વીને પણ ઉપશમ ન આવે, સ્થિરયોગ ન આવે ત્યાં સુધી સંવેગ ન આવે... આવું બધું માનવા ડિલ તૈયાર થતું ન હોય તો સમ્યક્ત્વની સાથે જ અનુકંપા વગેરેની પણ ઉત્પત્તિ માનવી... પણ એ, પૂર્વે જણાવ્યા મુજબ અત્યન્ત સામાન્યકક્ષાના માનવા અથવા લબ્ધિરૂપ માનવા... ને પશ્ચાનુપૂર્વીથી જે લાભમ કહ્યો છે તે ઇચ્છાયોગાદિજન્ય કંઇક વિશેષ પ્રકારના અનુકંપાદિનો છે કે વ્યક્ત અનુકંપાદિનો છે એમ માનવું આવશ્યક બને છે. એક વિચારણા આવી પણ છે – સમ્યક્ત્વ અને ઇચ્છાયોગ ભેગા મળે તોજ અનુકંપાદિ કાર્યો થાય છે. આસ્તિસ્ય વિનાના જીવના - અર્થાત્ સમ્યક્ત્વ વિનાના જીવના – અર્થાત્ માર્ગાનુસારી જીવના-અનુકંપાદિ પ્રત્યે માત્ર ઇચ્છાદિયોગો એ કારણ છે, અને આસ્તિક્યવાળા જીવના અનુકંપાદિ પ્રત્યે સમ્યક્ત્વ+ઇચ્છાદિયોગો એ કારણ છે. અપુનર્જન્યજીવોને પણ આંશિક આસ્તિક્ય તો હોય જ છે. તેમજ તેઓમાં પણ વ્યવહારથી ઇચ્છાદિયોગો માનેલા છે. એટલે તેઓમાં પણ અનુકંપાદિ માનવા જોઇએ. છેવટે યોગ્યતારૂપે તો એનું અસ્તિત્વ સ્વીકારવું જ પડે.
આ બધામાં તત્ત્વ બહુશ્રુતગમ્ય છે.
'अत एव शमसंवेगनिर्वेदानुकम्पाऽऽस्तिक्यलक्षणानां सम्यकत्वगुणानां पश्चानुपूर्यैव लाभक्रमः, `प्राधान्याच्चेत्थमुपन्यासः इति सद्धर्मविंशिकायां प्रतिपादितम् ॥ ८ ॥ વૃત્તિઅર્થ : `આ જ કારણે શમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિક્ય સ્વરૂપ સમ્યકત્વના ગુણોનો (લિંગોનો) પશ્ચાનુપૂર્વીથી જ લાભ થવાનો ક્રમ છે. (છતાં) પ્રધાનતાના કારણે ઇë = આ ક્રમે ઉલ્લેખ કરવામાં આવે છે, એ પ્રમાણે સદ્ધર્મવિશિકામાં કહ્યું છે.
વિવેચન : (૧) ‘આ જ કારણે’ નો અર્થ આવો જાણવો - અનુકંપા ઇચ્છાયોગનું કાર્ય છે, નિર્વેદ પ્રવૃત્તિયોગનું કાર્ય છે, એમ સંવેગ ને શમ ક્રમશઃ સ્થિરસિદ્ધિયોગનાં કાર્ય છે. વળી, પ્રથમ ઇચ્છાયોગ પ્રાપ્ત થાય છે, પછી પ્રવૃત્તિયોગ.... પછી સ્થિરયોગ ને છેવટે સિદ્ધિયોગ... એટલે અનુકંપા પહેલાં પ્રગટ થાય છે... ને
110
(યોગવિંશિકા....૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org