________________
અનુકંપાનું કારણ છે. એમ, વ્યવહારથી પ્રવૃત્તિયોગ એ સામાન્યનિર્વેદનું, વ્યવહારથી સ્થિરયોગ એ સામાન્યસંવેગનુંને વ્યવહારથી સિદ્ધિયોગ એ સામાન્ય ઉપશમનું કારણ છે. તથા દેશવિરત–સર્વવિરતમાં જે અનુકંપાદિ હોય તે વિશેષ પ્રકારના અનુકંપાદિ છે. આ વિશેષ પ્રકારના અનુકંપા, નિર્વેદ, સંવેગ અને ઉપરામ પ્રત્યે ક્રમશઃ નિશ્ચયથી ઇચ્છાયોગ, પ્રવૃત્તિયોગ, સ્થિરયોગ ને સિદ્ધિયોગ એ હેતુ છે.
અવિરતસમ્યક્ત્વી જીવને એ હજુ ઇચ્છાયોગાદિ પામ્યો ન હોય ત્યારે પણ કંઇક અનુકંપા વગેરે લિંગો તો હોય જ, આવું જો માનવાનું હોય તો, એ અનુકંપાદિ વ્યવહારથી ઇચ્છાયોગાદિ જન્ય જે સામાન્ય અનુકંપાદિ અહીં કહ્યા છે એના કરતાં પણ વધુ સામાન્યકક્ષાના હોય એમ માનવું પડેને એના પ્રત્યે તો સમ્યક્ત્વ જ કારણભૂત છે એમ માનવું પડે. પણ એનો અહીં ‘અનુકંપાસામાન્ય’ વગેરે તરીકે પણ ઉલ્લેખ નથી એ જાણવું. અલબત્ત, સદ્ધર્મવિંશિકાની સાક્ષીપૂર્વક આગળ જે કહ્યું છે કે ‘શમસંવેગ... વગેરે સમ્યક્ત્વગુણો પદ્માનુપૂર્વીથી જ પ્રાપ્ત થાય છે’તે તો શમ-સંવેગ વગેરેની પ્રાપ્તિના પૂર્વાનુપૂર્વી ક્રમનો જેમ નિષેધ કરે છે તેમ તે પ્રાપ્તિના યૌગપદ્યનો પણ નિષેધ કરે છે, ને તેથી સમ્યક્ત્વની સાથે જ શમ-સંવેગાદિ પાંચે ય એકસાથે ઉત્પન્ન થઈ જાય છે, એ વાત ઊભી રહી શકે નહીં. સમ્યક્ત્વની સાથે આસ્તિક્ય ઉત્પન્ન થઈ જાય. ને અનુકંપા વગેરે તો ઇચ્છાયોગાદિ આવે ત્યારે ઉત્પન્ન થાય.
અલબત્ સમ્યક્ત્વી જીવને અનંતાનુબંધી કષાયો હોતા નથી. ને તેથી એના અભાવરૂપ ઉપરામનો નિષેધ તો કરી ન જ શકાય. પણ અપ્રત્યાખ્યાનાવરણ વગેરે જે કષાયો એને ઉદયમાં હોય છે તે પણ અનંતાનુબંધી જેવા, અપ્રત્યાખ્યાનાવરણ જેવા, પ્રત્યાખ્યાનાવરણ જેવા કે સંજ્વલન જેવા... એમ ચાર પ્રકારે હોય છે. એટલે એ કષાયો, અનંતાનુબંધી વગેરે જેવા હોય ત્યાં સુધી વિષયતૃષ્ણા-ક્રોધ વિદ્યમાન હોવાથી શ્રેણિકાદિની જેમ ‘શમ’ ન હોય... અને જ્યારે એ સંજ્વલન જેવા અત્યન્ત મંદ થઈ જાય ત્યારે જ ‘શમ’ આવ્યો કહેવાય. આવો ‘શમ’ભાવ સિદ્ધિયોગથી જ આવે છે એવો અહીં અભિપ્રાય હોય શકે.
પ્રશ્ન - પણ ઇચ્છાયોગાદિ ન આવ્યા હોય, ત્યાં સુધી સમ્યક્ત્વ હોય ને છતાં અનુકંપા-નિર્વેદ વગેરે ન હોય આવું બને ?
ઉત્તર - શમ-સંવેગ વગેરે સમ્યક્ત્વનાં લિંગો છે. ને લિંગ વિના પણ લિંગી ઇચ્છા-અનુકંપાદિ કા. કા. ભાવ
109
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org