________________
ફરીથી ખણજ ઊઠે તો પણ ખણવું નહીં એવા મનોરથ સેવવા છતાં વિશિષ્ટ રીતે જાગૃતિ ન ધરાવનાર ને સત્ત્વ ન ધરાવનાર ખણવાનું રોકી શકતો નથી. આવું જ ક્રોધ કષાય માટે છે. માટે ક્રોધને કંડૂ = ખણજની ઉપમા આપી છે. ક્રોધના ઉપલક્ષણથી બધા કષાયો અહીં જાણી લેવા વિષયોની તૃષ્ણા પણ વિષયભોગથી શમવાના બદલે વધતી જ જાય છે. માટે ક્રોધકંડૂ અને વિષયતૃષ્ણા બન્નેનો ઉપશમ જોઇએ.
(૨) હંમેશા કારણ પૂર્વવર્તી હોય છે ને કાર્ય પશ્ચાદ્વર્તી હોય છે. એટલે અનુભાવ = પશ્ચાદ્ભાવી = કાર્ય એવો અર્થ મળે છે. તેથી, અનુકંપા વગેરે ઇચ્છાયોગ વગેરેના કાર્યભૂત છે એ પ્રમાણે અહીં અર્થ જાણવો.
(૩) જેમ, ધૂમ એ વહ્નિનું લિંગ=જ્ઞાપકહેતુ છે, કારણકે વહ્નિનું કાર્ય છે એમ અનુકંપા વગેરે સમ્યત્વના લિંગ છે, માટે સમ્યત્વના કાર્યભૂત છે. તેમ છતાં, સમ્યક્તથી ઉત્પન્ન થતાં જે અનુકંપાદિ હોય છે તે, અપેક્ષાએ સામાન્યકક્ષાના હોય છે, ને ઇચ્છાયોગ વગેરેથી જે અનુકંપાદિ પ્રગટે છે તે વિશિષ્ટ કક્ષાના હોય છે. એટલે, આવા વિશિષ્ટ કક્ષાના અનુકંપાદિને ઇચ્છાયોગાદિના કાર્ય તરીકે કહેવામાં, અનુકંપા
* °:Sા ..
* નિમાં મુખ્યરૂપે દોષો પ્રત્યે દ્વેષ વર્તતો હોય છે અને સંવેગમાં મુખ્યરૂપે ગુણોનો રાગ વર્તતો હોય છે
જ્યારે પ્રથમ (ઉપશમ) પરિણામવાળાં જીવને સર્વત્ર ઉદાસીન ચિત્ત વૃદ્ધિમતુ થાય તેવો પરિણામ મુખ્ય રૂપે હોય છે...'' આવી બધી કલ્પના વાસ્તવિકતાથી વેગળી જણાય છે. કારણકે (૧) સમ્યત્વના લિંગભૂત ઉપશમની અહીં વાત છે. મોક્ષે મ ર સર્વત્ર નિ:સ્પૃહો મુનિસત્તમ: આ તો બહુ જ ઊંચી કક્ષાના મહાત્માની વાત છે. અલબત્ સમ્યત્વીના સામાન્ય ઉપશમ કરતાં ભિન્ન વિશિષ્ટ પ્રકારના ઉપશમની અહીં વાત છે જ, પણ આવા પ્રશસ્ત રાગ-દ્વેષના પણ અભાવરૂપ ઉપશમને જ અહીં વિશિષ્ટઉપશમ તરીકે લેવો નથી, નહીંતર તો ઉપશમવિશેષ’ એવો સામાન્ય ઉલ્લેખ ન કરતાં એવો સ્પષ્ટ ઉલ્લેખ જ કર્યો હોત. તથા દેશવિરતના ઉપશમને પણ અહીં ઉપશમવિશેષ તો કહેવાનો જ છે. એને તો પ્રશસ્તરાગશ્રેષના પણ અભાવરૂપ ઉપશમ સામાન્યતયા હોતો નથી. (૨) નિર્વેદથી સંસાર પ્રત્યે ઉગ અને સંવેગથી જે મોક્ષપ્રાપ્તિની ઝંખના જાગી છે એને સફળ કરવા માટે ક્રોધાદિનો ઉપશમ આવશ્યક છે, એટલે ક્રોધની ત્યાજ્યતાની બુદ્ધિ તો ઉપરથી આ અવસ્થામાં જરૂરી છે. (૩) વળી, જે ખણજ સ્વરૂપ છે એવા ક્રોધાદિના ઉપશમની અહીં વાત છે. તથા, વિષયતૃષ્ણાસ્વરૂપ રાગના ઉપશમની અહીં વાત છે. એ તો વૃત્તિકારે સ્પષ્ટ જણાવ્યું છે. પ્રાસ્તદ્વેષ (=દોષો પ્રત્યેનોષ) કાંઇ ‘ખણજ સ્વરૂપ નથી કે પ્રશસ્તરાગ ( ગુણો પ્રત્યેનો રાગ) કાંઇ વિષયતૃષ્ણાસ્વરૂપ નથી. તે પણ એટલા માટે કે અમુક અવસ્થા પછી એ સ્વયં નિવૃત્ત થઈ જનારો હોય છે, ખણજની જેમ ઉત્તરોત્તર વધ્યા જ કરનારો હોતો નથી. તેથી, પ્રશસ્ત રાગ-દ્વેષના પણ અભાવવાળા ઉદાસીન ચિત્ત રૂપ ઉપશમની અહીં વાત છે એ વાત બરાબર નથી.
(ઇચ્છા-અનુકંપાદિ કા. કા. ભાવ
167)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org