________________
હોય કે “કાઉસ્સગ્ગ આ રીતે જ થાય...' “ખમાસમણ દેવું હોય તો સંડાસાપૂર્વક જ દેવાય...' વગેરે. આવી સંવેદના એ પ્રતિપત્તિ છે. એ શ્રદ્ધા છે... અંદરથી દિલ જ આવું બોલતું હોય એટલે એ પ્રમાણે સ્થાનાદિના સેવનમાં હર્ષ અનુભવાય જ. આ પ્રીતિ છે.
(૩) આદિ શબ્દથી ધૃતિ, ધારણા, અનુપ્રેક્ષા અને ધ્યાન આચારનો સમાવેશ છે, આમાં ધૃતિ એટલેધર્યવૈર્ય બે અંશે કાર્ય કરે છે... શીધ્ર પરિણામનદેખાતું હોય તો પણ ધીરતા પૂર્વક સ્થાનાદિનું સેવન ચાલુ રખાવે છે. (સ્થાનાદિના સેવનમાં જ આનંદનો અનુભવ છે, એટલે ધેર્ય પેદા થાય છે. પરિણામ પ્રાપ્ત થાય તો જ આનંદનો અનુભવ થાય આવી પરિસ્થિતિ, ક્યારે પરિણામ મળે? ક્યારે પરિણામ પ્રાપ્ત થશે? આવું અકાળ સુક્યલાવવા દ્વારાધેર્યનો નાશ કરે છે. પણ પ્રસ્તુતમાંતો, મંઝિલની વાત દૂર, માર્ગમાં જ પ્રીતિ-આનંદ છે, એટલે ધૃતિ પણ કેળવાય છે. વળી, આ પ્રીતિ છે, એટલે જો ગમે તેવા વિદ્ગો આવે તો પણ એની સામેડગીન જતાં સ્થાનાદિસેવન ચાલુ રાખવાનું ધર્મ પણ બન્યું રહે છે.
પોતે યથાઉલ્લાસ સ્થાનાદિનું સેવન ચાલુ કર્યું છે. તેમાંથી આગળ વધતાં વધતાં યથાશક્તિને છેવટે બિલકુલ ક્ષતિરહિતપણે યથાવિહિત સેવન સુધી પહોંચવાનું છે. ધૈર્ય પૂર્વક સ્થાનાદિનું સેવન ચાલુ રાખે. પણ એમાં ક્રમ, વિધિ વગેરે અંગે કેટલી ક્ષતિઓ રહે છે, ઉત્તરોત્તર કેટલી કેટલી ક્ષતિઓ દૂર થઈ રહી છે? આવી બધી ધારણા જો ન રાખવામાં આવે તો સંપૂર્ણ ક્ષતિરહિત સેવનના લક્ષ્ય સુધી શી રીતે પહોંચાય? માટે ધારણા પણ આવશ્યક બને છે. ક્ષતિઓને દૂર કરવાનો પ્રયત્ન તો ખરો જ, પણ, કેટલી ક્ષતિ દૂર થઈ? કેટલી દૂર કરવાની બાકી છે ? આવી બધી સંકલના કરતા રહેવા રૂપ આ ધારણા પણ ક્ષયોપશમ પેદા કરે છે (વધારે છે) આવું જે કહ્યું છે એનાથી સૂચન થાય છે કે ક્રોધાદિ કોઈપણ દોષને દૂર કરવો હોય તો કેવોકિંનિમિત્તક-કેટલો ક્રોધ દૂર થયો? કેટલો નથી થયો?’ વગેરેની સંકલના કરતા રહેવું
એ પણ દોષવિજ્યમાં સહાયક છે. ને આ વાત સાચી છે, કારણકે તીવ્ર આતુરતા વિના આવી સંકલના શક્ય નથી હોતી... ને આતુરતા પોતે જ ક્ષયોપશમનું એક મુખ્ય કારણ છે જ.
પોતાની બાહ્યપ્રવૃત્તિઓ અને આંતરિક પરિણતિઓ પરથી ક્ષતિ વગેરેની (102)
યોગવિંશિકા....)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org