________________
માત્રામાં પ્રગટ થયો હોય તે જ વાસ્તવિક ક્ષયોપરામ કહેવાય' આવો અભિપ્રાય જ રાખવો હોય તો અપુનર્બન્ધકાદિને ક્ષયોપામ પણ ઉપચરિત માનવો આવશ્યક બને એ જાણવું.
અથવા સામાન્યથી અહિંસા વગેરે ધર્મસ્થાનો-ગુણો સાધ્ય હોય છે ને એની અપેક્ષાએ યોગનો પ્રારંભ ભલે દેશવિરતિ ગુણઠાણેથી કહ્યો. પણ સાધ્ય તરીકે જો સમ્યક્ત્વ ગુણ હોય તો એની સિદ્ધિ ચોથે ગુણઠાણે હોવાથી, સિદ્ધિ પૂર્વેના ઇચ્છા, પ્રવૃત્તિ ને સ્થિરયોગ પ્રથમ ગુણઠાણે અપુનર્જન્ધકને નિર્બાધપણે માની શકાય છે. (જો કે સમ્યક્ત્વ પ્રાપ્તિ અંગેના આ ઇચ્છાયોગાદિ પણ વ્યવહારથી છે એમ આઠમી ગાથાની વૃત્તિમાં કહેલું જ છે એ જાણવું.)
અપુનર્જન્ધકને શ્રદ્ધા વગેરે દ્વારા પ્રગટ થયેલો આ ક્ષયોપરામ વધતાં વધતાં એવી માત્રાએ પહોંચે છે જે વાસ્તવિક ઇચ્છાયોગને જન્માવે છે. ત્યાર પછી પણ ક્ષયોપરામ વધતાં વધતાં એટલી માત્રામાં વધી જાય છે કે જેથી હવે પ્રવૃત્તિયોગ આવે છે. પણ અત્યાર સુધીમાં ક્ષયોપરામની માત્રાની તરતમતાના અસંખ્ય પ્રકારો હોય છે. જુદી જુદી માત્રાવાળો દરેક ક્ષયોપરામ જુદી જુદી માત્રાવાળા એક - એક ઇચ્છાયોગને પેદા કરે છે. માટે ઇચ્છાયોગના અસંખ્ય પેટાભેદ પડે છે. આ જ રીતે ક્ષયોપશમની માત્રા વધતાં વધતાં પ્રવૃત્તિયોગના પણ અસંખ્ય પેટાભેદ પસાર થાય... પછી સ્થિરયોગ આવે છે. ને એ જ રીતે છેવટે સિદ્ધિયોગ માટે જાણવું.
તાત્પર્ય એ થયું કે અપુનર્જન્ધકના પ્રારંભિક ક્ષયોપશમથી લઇને ક્ષાયિકભાવની પૂર્વના પ્રશ્નયોપશમ સુધીમાં ક્ષયોપશમની તરતમતાના યોગે અસંખ્યભેદ છે. આ અસંખ્યભેઠવાળા આખા યોગમાર્ગનું યોગગ્રન્થોમાં ઇચ્છા – પ્રવૃત્તિ વગેરે ચાર મુખ્યભેદોમાં વર્ગીકરણ કર્યું છે. ને તેથી એ દરેકમાં પણ અસંખ્ય-અસંખ્ય પેટાભેદો હોય છે.
-
વળી ચારે યોગોને પરસ્પર વિજાતીય કહ્યા છે. એનો અર્થ એ થાય છે કેકોઇ એક ચોક્કસ માત્રાવાળો ક્ષયો પરામ ઇચ્છા વગેરે ચારમાંથી કોઇ બેમાં સમાવેશ પામતો હોય એવું શક્ય નથી. લેયાપરિણામોનું વર્ગીકરણ કૃષ્ણલેશ્યા, નીલલેયા વગેરે ૬ લેયાઓમાં કરાયું હોવા છતાં, એના અધ્યવસાયો આક્રાન્ત હોવાનું પણ ગ્રન્થાન્તરમાં જણાવાયું છે. અર્થાત્ નીલલેયામાં ઉત્કૃષ્ટ તરફ રહેલો અધ્યવસાય
100
યોગવિંશિકા....૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org