________________
તે તે કાર્યજનનને અનુકૂળ વિચિત્ર ક્ષયોપશમનું સંપાદન થાય છે. આ વિચિત્ર ક્ષયોપશમના યોગે (ઇચ્છા વગેરે યોગો પણ ચિત્રસ્વરૂપવાળા) થાય છે. આમ, વિશેષ પ્રકારના ઇચ્છાયો વગેરે પ્રત્યે ભિન્ન-ભિન્ન આશયથી અભિવ્યક્ત થતો ભિન્ન ભિન્ન પ્રકારનો ક્ષયોપશમ એ કારણ છે એમ પરમાર્થ જાણવો. એટલે જ જેને જેટલી માત્રામાં ક્ષયોપશમ હોય તેને તેટલી માત્રામાં ઈચ્છાદિ યોગો સંપન્ન થાય છે. ને એ સંપન્ન થવાથી, માર્ગમાં પ્રવર્તમાન સાધકને સૂક્ષ્મબોધન હોય તો પણ માર્ગાનુસારિતા હણાતી નથી, એવો સંપ્રદાય છે.
વિવેચનઃ (૧) ચારિત્રમોહનીયકર્મ અને વીર્યન્તરાયકર્મ... આ બેના ક્ષયોપશમથી સહુ પ્રથમ ઇચ્છાયોગ આવે છે. આ ક્ષયોપશમ સ્થાનાદિયોગ પ્રત્યેની શ્રદ્ધા વગેરેથી અપુનર્બન્ધક વગેરે જીવોને ખીલે છે. જોકે ઈચ્છાદિ ભેદસ્થાનાદિયોગના છે. ને સ્થાનાદિયોગો દેશવિરત સર્વવિરતને હોય છે એ આપણે આગળ જોઈ ગયા છીએ. એટલે અપુનર્બન્ધકજીવને ઇચ્છાયોગ માની ન શકાય. છતાં, અપુનર્બન્ધક વગેરે જીવના સ્થાનાદિ યોગબીજરૂપ તો છે જ. ને એ યોગબીજમાં યોગનો ઉપચાર કરી એને વ્યવહારથી યોગ કહી શકાય છે એ આગળ આવી ગયું છે. એટલે અપુનર્બન્ધકને આ વ્યવહારથી ઇચ્છાયોગ હોય છે એમ માનવું ઉચિત લાગે છે.
શંકા- તો પછી એને ક્ષયોપશમ પણ વાસ્તવિક હોતો નથી. ઉપચારથીવ્યવહારથી હોય છે એમ માનવું પડશે.
સમાધાન - ના, ક્ષયોપશમ તો વાસ્તવિક હોય છે.
શંકા- ક્ષયોપશમ વાસ્તવિક હોય ને છતાં, એ ક્ષયોપશમથી પ્રગટ થનાર ગુણ વગેરે વાસ્તવિક પ્રગટ ન થયા હોય એવું બની શકે?
સમાધાન- હા, વાસ્તવિક ગુણપ્રાપ્તિ જે કક્ષાથી કહેવાય એના કરતાં ઘણી અલ્પમાત્રાનો ક્ષયોપશમ હોય ત્યારે આવું બની શકે છે. એટલે જ ઉપાધ્યાય શ્રી યશોવિજયજી ગણિવરમહારાજે દષ્ટિ પામેલા અપુનર્બન્ધકાદિ જીવોને પણ મિથ્યાત્વ મોહનીયનો ક્ષયોપશમ હોવો કહ્યો છે, ને છતાં, એમને સમ્યત્વગુણ તો પ્રગટ થયો હોતો નથી. એમ પ્રસ્તુતમાં પણ, વાસ્તવિક યોગ પ્રગટ્યો ન હોવા છતાં અલ્પ ક્ષયોપશમ પ્રગટયો હોવામાં કશો વાંધો નથી. ને છતાં, ‘ગુણને પ્રગટ કરે એટલી
ઇચ્છાઠિયોગના હેતુઓ
(99)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org