________________
પર વિચારતાં તત્ત્વ અમને આવું ભાસે છે, વાસ્તવિક્તા આ જ છે કે અન્ય ? એ કેવળીભગવંતો જાણે છે. પણ બહુશ્રુતોએ પૂર્વાપર અવિરોધપણે ઊંડાણથી વિચારવા વિનંતી. उक्ता इच्छादयो भेदाः, अथैतेषां हेतूनाह -
एए य चित्तरूवा तहा खओवसमजोगओ हुंति। तस्स उ सद्धापीयाइ जोगओ भव्वसत्ताणं ॥७॥
અવતરણિકાર્ય સ્થાનાદિયોગની ઇચ્છા વગેરે ભેદો કહ્યા. હવે આ ઇચ્છા વગેરે યોગનાં કારણો કહે છે.
ગાથાર્થ સ્થાનાદિની શ્રદ્ધા-પ્રીતિ વગેરેનો યોગ થવાથી ભવ્યજીવોને વિચિત્રપ્રકારનો ક્ષયોપશમ પ્રગટ થાય છે. તરતમતાવાળા આ ક્ષયોપશમના કારણે આ ઇચ્છા વગેરે ભેદો પણ અનેક પ્રકારના થાય છે.
____ एए यत्ति । एते च = इच्छादयः चित्ररूपाः = 'परस्परं विजातीयाः स्वस्थाने चासङ्ख्यभेदभाजः, तस्य तु = अधिकृतस्य स्थानादियोगस्यैव श्रद्धा = इदमित्थमेवेति 'प्रतिपत्तिः, प्रीतिः = तत्करणादौ हर्षः, आदिना धृतिधारणादिपरिग्रहः, तद्योगतः भव्यसत्त्वानां = मोक्षगमनयोग्यानामपुनर्बन्धकादिजन्तूनां तथाक्षयोपशमयोगतः = तत्तत्कार्यजननानुकूलविचित्रक्षयोपशमसंपत्त्या भवन्ति, इच्छायोगादिविशेषे आशयभेदाभिव्यङ्ग्यः क्षयोपशमभेदो हेतुरिति परमार्थः । अत एव यस्य यावन्मात्रः क्षयोपशमस्तस्य तावन्मात्रेच्छादिसम्पत्त्या मार्गे प्रवर्तमानस्य सूक्ष्मबोधाभावेऽपि मार्गानुसारिता न व्याहन्यत इति सम्प्रदायः॥ ७॥
વૃત્તિઅર્થ આઇચ્છા વગેરેયોગો ચિત્ર સ્વરૂપવાળા છે, એટલે કે પરસ્પર વિજાતીય છે (અર્થાત્ એકબીજામાં અન્તર્ભાવ પામી જાય એવા નથી) અને સ્વસ્થાનમાં અસંખ્યભેદવાળા છે (અર્થાત્ દરેકના અસંખ્ય પેટભેદો છે.) તેની જ = અધિકૃત એવા સ્થાનાદિયોગની જ, “આ આ જ પ્રમાણે છે એવી પ્રતિપત્તિ એ શ્રદ્ધા છે. સ્થાનાદિ સેવવામાં હર્ષ અનુભવવો એ એની પ્રીતિ છે. આદિ શબ્દથી વૃતિધારણા વગેરેનો સમાવેશ જાણવો. સ્થાનાદિ અધિકૃત યોગની શ્રદ્ધા-પ્રીતિ વગેરેના યોગે ભવ્યજીવોને = મોક્ષગમનયોગ્ય અપુનર્બન્ધકાઠિજીવોને તથાવિધક્ષયોપમનું (98)
યોગવિંશિકા....ઉ)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org