________________
ન
પણ ઇચ્છાયોગની કક્ષા છે કે પ્રવૃત્તિયોગની કક્ષા છે વગેરેનો નિર્ણય કરવામાં બાહ્ય ક્રિયાનું પ્રાધાન્ય હોવું જણાય છે. એટલે જ આરાયની દૃષ્ટિએ આગળ-આગળના આશય કેળવાતા જતા હોય ને છતાં અંગસાકલ્ય ન હોય તો જીવ ઇચ્છાયોગમાંથી પ્રવૃત્તિયોગમાં પણ જઈ ન શકે એવું શક્ય છે. એટલે જ પ્રવૃત્તિ આશય કેળવાયો હોય પણ પ્રવૃત્તિયોગ ન આવ્યો હોય, વિઘ્નજય આશય કેળવાયો હોય ને છતાં પ્રવૃત્તિયોગ કે સ્વૈર્યયોગ એકે ન આવ્યા હોય, એમ સિદ્ધિઆરાય કેળવાયો હોય ને છતાં પ્રવૃત્તિ-સ્વૈર્ય કે સિદ્ધિયોગ આવ્યો ન હોય એવું સંભવિત છે. હાથ-પગની એવી કોઇ ખોડખાંપણ હોય તો પણ ક્ષપશ્રેણિ અને કેવલજ્ઞાનનો નિષેધ નથી. એટલે જણાય છે કે એ પ્રકૃષ્ટ ધર્મસ્થાન સુધી પહોંચી શકતો હોવાથી સિદ્ધિ-વિનિયોગ આશય સુધી પહોંચી શકે છે, ઇચ્છાયોગ અને શાસ્ત્રયોગથી આગળ વધી સામર્થ્યયોગ સુધી પહોંચી શકે છે, સ્થાન-ઊર્ણ વગેરે યોગોમાંનાઠેઠ અનાલંબન યોગ સુધી પહોંચી શકે છે, અધ્યાત્મ-ભાવના... વગેરે યોગોમાંના વૃત્તિસંક્ષય સુધી પહોંચી શકે છે અને છતાં ઇચ્છા-પ્રવૃત્તિ વગેરે ચારમાંના બીજા પ્રવૃત્તિયોગ સુધી પણ પહોંચી શકતો નથી, કારણકે અંગસાલ્ય ન હોવાથી યથાવિહિત સ્થાનાદિનું સેવન એના માટે શક્ય નથી.
શંકા - પણ જો એ યથાવિહિત પાલન નથી કરતો તો એ અતિચાર રૂપ હોવાથી સિદ્ધિ આરાય પણ શી રીતે આવે ? કારણકે સિદ્ધિ આશયમાં તો ધર્મસ્થાનની અતિચાર રહિત પ્રાપ્તિ હોય છે.
જ
સમાધાન - પાલનમાં પ્રમાઠાદિવશાત્ ન્યૂનતા આવે એ જ અતિચાર રૂપ હોય છે. ખોડખાંપણવાળાને પ્રમાદાદિ ન હોય તો, જે ન્યૂનતા આવે છે તે અંગવૈકલ્યવશાત્ છે, પણ પ્રમાદાદિવશાત્ નથી, ને તેથી એ અતિચારરૂપ હોતી નથી. એવા જીવો માટે એવું આચરણ એ ‘અપવાદ’ રૂપ હોય છે. અને ‘અપવાદ’ પણ શાસ્ત્રોક્ત માર્ગ જ હોવાથી એને અતિચાર શી રીતે કહી શકાય? એટલે જ એનું એવું આચારણ શાસ્ત્રયોગરૂપ બનવામાં ને આગળ ઉપર સામર્થ્યયોગ લાવી આપવામાં જરા પણ ઊભું ઉતરતું નથી, માટે એ અતિચારશૂન્ય હોવાથી સિદ્ધિ આશય આવવામાં કશો વાંધો નથી.
‘‘યથાશક્તિ ક્રિયમાણં સ્થાનાદિ ઇચ્છારૂપમિત્યર્થ ... યથાશાસ્ત્રમઙ્ગસાકલ્ચન વિધીયમાનં સ્થાનાદિ પ્રવૃત્તિરૂપમિત્યર્થ...’’ આવી વૃત્તિગત પંક્તિઓ
97
www.jainelibrary.org
ઇચ્છાદિયોગના હેતુઓ
Jain Education International
For Private & Personal Use Only