________________
ઇચ્છા-પ્રવૃત્તિ-સ્થિર અને સિદ્ધિ આ ચારમાંનો ઇચ્છાયોગ અને ઇચ્છાશાસ્ત્ર અને સામર્થ્ય આ ત્રણમાંનો ઇચ્છાયોગ... આ બંને સર્વથા એક છે કે ક્યાંક ફેર પડે છે એ નિર્ણય કરવા યોગ્ય બાબત છે. પ્રસ્તુતમાં ચારમાંના ઇચ્છાયોગમાં, યથાશક્તિ કરાતું હોવા છતાં અંગવિકલતાવશાત્ અનુષ્ઠાનમાં ન્યૂનતા આવે, તો એનો પણ, સમાવેશ છે. જ્યારે ત્રણમાંના ઇચ્છાયોગમાં તો પ્રમાદવશાત્ જેમાં વિકલતા આવે એનો જ સમાવેશ છે. પ્રમાદને ટાળીને યથાશક્તિ કરાતું અનુષ્ઠાન તો શાસ્ત્રયોગ છે. એટલે પ્રારંભથી લઇને યથાશક્તિ નહીં, પણ યથાઉલ્લાસ થતું અનુષ્ઠાન બન્ને પ્રકારના ઇચ્છાયોગમાં સમાવેશ પામે છે... ને પછી આગળ વધતાં વધતાં, ઉલ્લાસ વધતો જાય, પ્રમાદ ટળતો જાય... યાવત્ સર્વ પ્રમાદ ટળી જ્યારે એ યથાશક્તિ થવા માંડ છે ત્યારે એ શાસ્ત્રયોગ સ્વરૂપ બનવાથી ત્રણમાંના ઇચ્છાયોગ રૂપ રહેતો નથી, પણ છતાં અંગવિકલતાવશાત્ વિકલતા હોય ત્યાં સુધી એ ચારમાંના ઇચ્છાયોગ રૂપ તો છે જ. છતાં, આમાં પણ આ વિશેષતા જાણવી કે ક્યારેક કે કેટલુંક અનુષ્ઠાન ઉલ્લાસ વધી જાય ને તેથી પ્રમાદ ટાળી યથાશક્તિ કરે, પણ બહુધા કે આખું મુખ્ય અનુષ્ઠાન પ્રમાદવશાત્ વિકલ કરતો હોય, તો ક્યારેક યથાશક્તિ કરેલું અનુષ્ઠાન.... અથવા અનુષ્ઠાનનો યથાશક્તિ કરેલો થોડો હિસ્સો પણ ઇચ્છાયોગ જ બની રહે છે, શાસ્ત્રયોગરૂપ બનતો નથી, માટે એ વખતે બન્ને પ્રકારના ઇચ્છાયોગ રૂપ એ બને છે. એમ જેને અંગસાકલ્ય પ્રાપ્ત થયું છે ને તેથી એ ક્વચિત્ શક્તિ ફોરવીને યથાવિહિત અનુષ્ઠાન કરે છે, છતાં ઘણી વખત તો ઉલ્લાસને અનુસરીને ઓછું-વધતું કરતો હોય, તો ક્વચિત્ કરેલું એ યથાવિહિત અનુષ્ઠાન પણ બન્ને પ્રકારના ઇચ્છાયોગમાં જ સમાવિષ્ટ જાણવું. કારણકે પ્રવૃત્તિયોગ માટે તો સર્વત્ર-સર્વ અવસ્થામાં તથા સંપૂર્ણ અનુષ્ઠાન દરમ્યાન બધું જ યથાવિહિત અનુષ્ઠાન જોઇએ છે, ક્વચિત્ (ઉલ્લાસવાળી) અવસ્થામાં કે દીર્ઘ અનુષ્ઠાનના માત્ર કોઇક અંશમાં જ નહીં.
तह चेवत्ति । तथैव = प्रवृत्तिवदेव सर्वत्रोपशमसारं स्थानादिपालनमेतस्य पाल्यमानस्य स्थानादेर्बाधकचिन्तारहितं स्थिरत्वं ज्ञेयम् । प्रवृत्तिस्थिरयोगयोरेतावान् विशेष: यदुत प्रवृत्तिरूपं स्थानादियोगविधानं 'सातिचारत्वाद् बाधकचिन्तासहितं भवति, स्थिररूपं त्वभ्याससौष्ठवेन 'निर्बाधकमेव जायमानं तज्जातीयत्वेन बाधकचिन्ता - प्रतिघाताच्छुद्धिविशेषेण तदनुत्थानाच्च तद्रहितमेव भवतीति ।
90
Jain Education International
For Private & Personal Use Only
=
યોગવિંશિકા....૫-૬
www.jainelibrary.org