________________
કરે તો એ સ્થાનાદિયોગ ઇચ્છા કક્ષાનો જાણવો. વૃત્તિમાં વોટ્ટાયમાત્રવુિં વગેરે જે નિરૂપણ છે એ ઇચ્છાયોગના પ્રારંભનું છે. એ વખતેયથાવિહિત સંપૂર્ણ વિધિપાલનનો પરિણામ નથી. પણ યત્કિંચિત્ પાલનનો ઉલ્લાસ પ્રગટ્યો છે. ને વૃત્તિમાં દ્રવ્યક્ષેત્રદ્ય... વગેરે જે નિરૂપણ છે એ ઇચ્છાયોગના પ્રકર્ષનું છે, એ વખતે ઇચ્છા સંપૂર્ણ વિધિની છે, પણ પાલન યથાશક્તિ છે.
પ્રીતિપૂર્વક યોગીઓની કથાના શ્રવણથી સ્થાનાદિયોગની ઇચ્છા પ્રગટ થાય છે. આ પ્રારંભ છે. પરંતુ યોગ’ ધર્મવ્યાપારને કહેવાનો છે, માત્ર ઇચ્છાને નહીં. એટલે જ્યાં સુધી થોડી પણ પ્રવૃત્તિન થાય ત્યાં સુધીની ઇચ્છા એ માત્ર ઇચ્છા રૂપ બની રહે છે, યોગ નથી કહેવાતી. પણ આ ઇચ્છાના પ્રભાવે પછી થોડો ઘણો પણ પ્રયાસ શરૂ થાય છે. ત્યારથી ઇચ્છાયોગનો પ્રારંભ જાણવો. પ્રારંભે એ યથાશક્તિ પણ હોતો નથી, પણ, યથાઉલ્લાસ હોય છે, (અર્થાત્ જેટલી શક્તિ પહોંચે એટલું - શક્તિ ગોપવ્યા વિના-બધું કરે એવું નથી. પણ જેટલો પોતાનો ઉલ્લાસ પહોંચે એટલું કરે છે.) આ પ્રારંભિક ઇચ્છાયોગમાં પણ પ્રણિધાન તો ભળેલું જ હોય છે. એના iણે આ પ્રારંભિક પ્રયાસથી પણ જે થોડોઘણો ક્ષયોપશમ થાય છે તે સાનુબંધ હોવાથી ઉત્તરોત્તર વધતો જાય છે. વળી વિધિનું પાલન કરનાર પર જે બહુમાનાદિ હોય છે એના કારણે પણ ક્ષયોપશમ વધતો જતો હોય છે. આના પ્રભાવે ઉલ્લાસ વધતો જાય છે ને તેથી પ્રયત્ન પણ વધતો જાય છે. તે ત્યાં સુધી કે જ્યાં સુધીમાં યથાશક્તિ પાલન આવે. અહીં સુધીનોબધો સ્થાનાદિયોગઇચ્છાયોગ જાણવો. પણ હજુ કારણસામગ્રીની વિકલતા હોવાથી યથાવિહિત પાલન હોતું નથી. અહીં કારણસામગ્રીની જે વિકલતા કહી છે તે સંખ્યાની અપેક્ષાએ નહીં, પણ ગુણવત્તાની અપેક્ષાઓ જાણવી. અર્થાત્ જેટલાં કારણો જોઈએ એમાંના એકાદ-બે છે નહીં, ને તેથી વિકલતા છે આવું નથી, કારણકે તો તો યોગસેવન રૂપ કાર્ય જ ન થઈ શકે. પણ, કારણો તો બધા જ પ્રાપ્ત થયા છે, પણ તે હીનક્ષાના પ્રાપ્ત થયા છે, પર્યાપ્તકક્ષાના નહીં, ને તેથી યથાવિહિત પાલન ન થતાં કંઈક ન્યૂનકક્ષાનું એવું યથાશક્તિ પાલન થાય છે. (આમાં પણ પેલી મૂળ વાત તો જાણવી જ કે યથાઉલ્લાસ, યથાશક્તિ કે યથાવિહિત જે કાંઈ પાલન થાય એ બધું જ આત્માના શુદ્ધસ્વરૂપની પ્રાપ્તિ વગેરેના સંકલ્પ રૂપ પ્રણિધાન વગેરેથી યુક્ત જ જોઈએ. તો જ એ ઇચ્છાયોગ વગેરરૂપ બને. પણ જો કોઈ ભૌતિકઅપેક્ષા, દેખાદેખી... વગેરે રહેલા હોય તો એ ઇચ્છાયોગ વગેરે
યોગવિંશિકા..૫
88.
...૫ – ૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org