________________
નવા નવા પરાક્રમ કરવાની ઇચ્છા જાગ્યા કરે ને પછી એનો પ્રયાસ પણ થાય) એ માટે શ્રાવકની ભાવના હોય છે કે – વશ્વિનિવિધિમારૂ વોલંતુ મે વિરહ.. ર૪ શ્રી જિનેશ્વરોના મુખકમલમાંથી નીકળેલી પૂર્વના આત્મ-પરાક્રમી મહાપુરુષોની કથાઓમાં મારા દિવસો પસાર થાઓ... આ જ હકીકત પ્રસ્તુતમાં પણ ભાગ ભજવે છે. સ્થાનાદિયોગમાં પ્રવેશ માટે સૌ પ્રથમ એની ઈચ્છા જોઇએ. એ ઇચ્છા સ્થાનાદિયોગવાળા યોગીઓની કથામાં આકર્ષણ અનુભવવા દ્વારા જાગે છે. એકવાર આ ઇચ્છા જાગે એટલે હવે તે તેયોગ વગેરે સાધવાનો શું વિધિ છે? પૂર્વના યોગીઓએ કઈ રીતે યોગસાધ્યોને સફળતા મેળવી? વગેરેની જિજ્ઞાસા પેદા થાય જ. યોગીઓની કથાઓમાંથી આ વિધિ, યોગમાર્ગમાં કેવા કેવા વિબો સંભવે? એ વિદ્ગો પર વિજય કેવી રીતે મેળવી શકાય ? આ બધો યોગ અંગેનો અર્થ જાણવા મળતો હોય છે. એટલે આ અર્થનો બોધ મેળવવાની ઇચ્છાવાળાને એ ઇચ્છા સંતોષાવાની કલ્પનાથી યોગી કથામાં આનંદ આવે જ. એમ એ અર્થનો બોધ મળવાથી પણ આનંદ ઉભરાય જ. આમ કથાશ્રવણની પૂર્વ અને ઉત્તર બન્ને કાળમાં આનંદનો અનુભવ હોય. એટલે આવા આનંદરૂપ પ્રીતિ યોગીની કથામાં જો ન આવે, (ગોચરીમાં નિર્દોષતાની ઝીણી ઝીણી કાળજીઓ વગેરે વાતો જાણીને હર્ષ થવાના બદલે જો વેદિયાપણું લાગે) તો સમજવું કે તે તે યોગમાર્ગમાં હજુ પ્રવેશ થયો નથી, કારણકે હજુ એની નિરુપાધિક વાસ્તવિક ઇચ્છા જ જાગી નથી, અને આવી ઇચ્છા જ તો યોગની પ્રારંભિક અવસ્થા
(૨) વિપરિણામની = વિચિત્ર પરિણામને પેદા કરનારી. આ વિચિત્ર પરિણામમાં બે અંશ રહેલા છે. તે તે અનુષ્ઠાનની બધી વિધિ જાળવનાર પ્રત્યે સહજ બહુમાન-આદર વગેરે ભાવ જાગે. તથા પોતાના ઉલ્લાસને અનુસરીને સ્થાનાદિનો થોડો ઘણો પણ અભ્યાસ પ્રયત્ન કરાવે. આમાં વિધિકર્તૃબહુમાનાદિમાં આદિ શબ્દથી, ભક્તિ વૈયાવચ્ચ વગેરે લેવા.
(૩) વ્યક્ષેત્રાતિ - શાસ્ત્રમાં જે પ્રમાણે વિધાન હોય એ પ્રમાણે સ્થાનાદિ યોગ સેવવા માટે આવશ્યક પ્રથમસંઘયણ વગેરે રૂપ યોગ્ય દ્રવ્ય-ક્ષેત્ર વગેરેની પ્રાપ્તિ થઈનહોવાના કારણે કારણોની વિકલતા હોવા છતાં શાસ્ત્રીયવિધાન મુજબ સ્થાનાદિયોગ સેવવાની ઇચ્છા બની રહે અને એવી ઇચ્છાપૂર્વક યથાશક્તિ સ્થાનાદિનું સેવન
(ઇચ્છાયોગ
(87)
87
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org