________________
ગાથાર્થ તે = સ્થાનાદિયોગથી યુક્ત યોગીઓની કથામાં અનુભવાતી પ્રીતિથી જે યુક્ત હોય એવી અને વિશેષ પરિણામ ઊભો કરે એવી અવસ્થા એ યોગનો ઈચ્છાભેદ છે. સર્વત્ર ઉપશમપ્રધાન એવું સ્થાનાદિયોગનું પાલન થાય એ સ્થાનાદિયોગનો બીજો પ્રવૃત્તિભેદ છે. તથા સ્થાનાદિયોગના બાધક વિઘ્નોની ચિંતા રહિત એવું સ્થાનાદિયોગનું પાલન એ ત્રીજો સ્થિરભેદ જાણવો. પોતાને જે સ્થાનાદિ પ્રાપ્ત થયા છે તે સર્વ અન્યને પણ પ્રાપ્ત થાય આવી પરસાધક અવસ્થા સુધી પહોંચેલા સ્થાનાદિ એ સિદ્ધિ નામે ચોથો ભેદ છે.
तजुत्तकहा इत्यादि । तद्युक्तानां स्थानादियोगयुक्तानां कथायां प्रीत्या अर्थबुभुत्सयाऽर्थबोधेन वा जनितो यो हर्षस्तल्लक्षणया। संगता = सहिता विपरिणामिनी विधिकर्तृबहुमानादिगर्भ स्वोल्लासमात्राद्यत्किञ्चिदभ्यासादिरूपं विचित्रं परिणाममादधाना इच्छा भवति, द्रव्यक्षेत्राद्यसामग्र्येणाङ्गसाकल्याभावेऽपि यथाविहितस्थानादियोगेच्छया यथाशक्ति क्रियमाणं स्थानादि इच्छारूपमित्यर्थः।
વૃત્તિઅર્થ સ્થાનાદિ યોગને પામેલા યોગીઓની કથા સાંભળવામાં જે પ્રીતિવાળી હોય તથા, વિધિનું પાલન કરનારા પ્રત્યે બહુમાનાદિ ગર્ભિત પરિણામને તથા પોતાના ઉલ્લાસ પ્રમાણે થોડોઘણો પણ અભ્યાસ (પ્રયત્ન) કરાવે એવા વિચિત્ર પરિણામને જે ધારણ કરનારી હોય આવી વિપરિણામિની ઇચ્છા એ ઈચ્છાયોગ છે. (અહીં) અર્થને જાણવાની ઇચ્છાથી કે અર્થનો બોધ થવાથી યોગીની કથામાં જે હર્ષ અનુભવાય એ કથા અંગેની પ્રીતિ છે. દ્રવ્ય-ક્ષેત્ર વગેરે સામગ્રીની અપરિપૂર્ણતાના કારણે બધા કારણોના સમુદાયનો અભાવ હોવા છતાં પણ, જે પ્રમાણે સ્થાનાદિવિહિત હોય એ પ્રમાણે સ્થાનાદિયોગ સેવવાની ઇચ્છાપૂર્વક યથાશક્તિ જે સ્થાનાદિ યોગનું પાલન થાય તે સ્થાનાદિયોગનો ‘ઇચ્છા' ભેદ છે એમ અર્થ જાણવો.
વિવેચનઃ (૧) પ્રીત્યા - માનવમનની એક ખાસિયત છે. જે ક્ષેત્રમાં આગળ વધેલી હસ્તીઓની વાતો-ચર્ચા વગેરે રસપૂર્વક-આનંદપૂર્વક સાંભળવામાં-કરવામાં આવે એ ક્ષેત્રમાં જોડાવાની પોતાને પણ ઇચ્છા થાય. રાજનેતાઓની વાતો સહજ રાજકારણનું આકર્ષણ જગાડે...વેપારીઓની-ઉદ્યોગપતિઓની વાતો વેપારનો રસ પેદા કરે. ક્રિકેટરોની બોલબાલા ક્રિકેટર બનવાની ઇચ્છા જગાડે. એટલે જ ઠાણાંગજીમાં ભક્તકથાને ભોજનેચ્છાનું એક કારણ કહ્યું છે. આ જ કારણ છે કે પોતાને ધર્મમાર્ગે 8િ6]
યોગવિંશિકા... ૫-૬)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org