________________
કારણભૂત છે, માટે કાર્યભૂત યોગનો એમાં ઉપચાર કરીને જો એને ‘યોગ’ કહેવાય છે, તો પછી એ ‘તાત્ત્વિક યોગ શી રીતે કહેવાય? આવી સંભવિત શંકાને નિર્મળ કરવા માટે કારણ પણ કથંચિત્ કાર્યરૂપ હોય છે એ વાત હેતુ તરીકે જણાવી છે. ઉપાદાન કારણને કથંચિત્ કાર્યરૂપે કહેવામાં કશો વાંધો હોતો નથી. તંતુથંચિત્ “પટ' રૂપ છે જ, મૃપિંડ કથંચિત્ ઘટ’ રૂપ છે જ, કારણ કે તંતુ અને મૃપિંડ જ પટ-અને ઘટ રૂપે પરિણમતા હોય છે. તંતુને “પટ' રૂપે કહેવા એ કારણમાં કાર્યનો ઉપચાર હોવાથી ઉપચરિત હોવા છતાં, દ્રવ્યાર્થિકનયે તો એ વસ્તુતઃ “પટ” છે જ. માટે એ નયે એ ‘તાત્ત્વિક પટ પણ છે જ. આ જ રીતે પ્રસ્તુતમાં જાણવું. પણ સટ્ટર્બન્ધકાદિના સ્થાનાદિ આવા પણ હોતા નથી, કારણકે વેષ, ચેષ્ટા, ભાષા વગેરે હોવા છતાં કંઇક શ્રદ્ધાળુતા વગેરે ભાવલેશ પણ ન હોવાના કારણે યોગમાં પરિણમતા નથી. માટે,
સ્થાનાદિનો બાહ્ય દેખાવ હોવા માત્રના કારણે અશુદ્ધ વ્યવહારથી ઉપચાર કરી એને કોઈ યોગ” રૂપે કહે તો પણ એ અતાત્ત્વિક છે. એ યોગાભાસ છે. અર્થાત્ માત્ર યોગનો આભાસ = દેખાવ છે, વાસ્તવિક યોગત્વકે યોગકારણત્વ.. કશું નથી. આવા અતાત્ત્વિક યોગથી અપુનર્બન્ધકાદિના યોગને જુદા પાડવા અહીં ‘તાત્ત્વિક' એમ કહ્યું છે.
(૨) પ્રત્યાયત્તપ્રાયમ્ - ક્યારેક સકૃબંધકાદિનો ધર્મવ્યાપાર એમના કુગ્રહનો નાશક બની શકે છે, ને તેથી એ વખતે પ્રત્યપાયફલક બનતો નથી, માટે એનો વ્યવચ્છેદ કરવા અહીં પ્રાયઃ શબ્દ લીધો છે.
આમ, પાંચમા વગેરે ગુણઠાણાને નહીં પામેલા શ્રાવકાદિ પણ જો અપુનર્બન્ધકાદિ અવસ્થા પામેલા હોય તો એમના સ્થાનાદિ યોગનું કારણ બનતા હોવાના કારણે નિષ્ફળ નથી, એ રહસ્ય જાણવું . ૩ तदेवं स्थानादियोगस्वामित्वं विवेचितम्, अर्थतेष्वेव प्रतिभेदानाह
इक्किको य चउद्धा इत्थं पुण तत्तओ मुणेयव्वो। इच्छा-पवित्ति-थिर-सिद्धिभेयओ समयनीईए॥४॥
इक्किक्को यत्ति। अत्र स्थानादौ पुनः=कर्म-ज्ञानवि(द्वि)भेदाभिधानापेक्षया भूयः एकैकश्चतुर्धा, तत्त्वतः सामान्येन दृष्टावपि परमार्थतः समयनीत्या योगशास्त्रप्रतिपादित
(84)
84
યોગવિંશિકા... ૩)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org