________________
વિવેચનઃ લુહરિ ધાતુમાં કર્મણિ આખ્યાત, અપ્રધાન કર્મત્વને જણાવે છે, એ
કહ્યું. પણ ગૌણ કર્મ જયાં છે જ નહીં, તેવા “કુદ્યન્ત ક્ષીણ' જેવા સ્થળે, તે ગૌણ કર્મત્વને જણાવી નહીં શકે, કારણ કે વિશેષ્ય હાજર નથી. (અહીં ગૌણકર્તત્વ વિભાગાશ્રયત્ન રૂપ છે. વિભાગાશ્રય ગોની ઉપસ્થિતિ ન થઈ હોવાથી આખ્યાતાર્થ ગૌણકર્મત થઈ શકે નહીં.) એટલે અહીં આખ્યાતાર્થ પ્રધાનકર્મત્વ જ થશે, જે ક્ષરણાશ્રયત્ન રૂપ છે. ત્યાં જો ધાતુની શક્તિ, વિભાગજનકક્ષરણાનુકૂળ વ્યાપારમાં માનીએ, તો આખ્યાતાર્થ જ વિભાગજનકક્ષરણાશ્રયત્વ માનવો પડે... જો ધાતુની વિભાગ-ક્ષરણ-વ્યાપાર ત્રણેમાં પૃથક્ શક્તિ માનીએ, તો આખ્યાતાર્થ માત્ર આશ્રયત્ન થાય અને વિભાગનો જનકત્વ સંબંધથી અને વ્યાપારનો જન્યત્વ સંબંધથી ક્ષરણમાં અન્વય કરીને ધાતુયુક્ત આખ્યાતથી વિભાગજનક અને વ્યાપારજન્ય એવા ક્ષરણના આશ્રયત્ન રૂપ પ્રધાન કર્મત્વ જણાય. હવે, આ રીતે કર્મણિ આખ્યાતથી, તુહ્યન્ત : ક્ષીરમ્ સ્થળે અપ્રધાનકર્મત્વ અને દુહ્યન્ત ક્ષીર સ્થળે પ્રધાનકર્મત્વ જણાતું હોવા છતાં તેનાથી એક સાથે બંનેનું જ્ઞાન થઈ શકતું નથી. એટલે, ગો સ્વરૂપ અપ્રધાનકર્મ અને ક્ષીર સ્વરૂપ પ્રધાન કર્મ બંનેને પ્રથમ કરીને તુરન્ત નૌ: ક્ષીણ એવો પ્રયોગ થતો નથી. (કર્મણિમાં આખ્યાતાર્થ જે કર્મને જણાવે, તેને પ્રથમ થાય.)
'पौरवं गां याचते विप्रः' इत्यादौ स्वोद्देश्यकदानेच्छा याचत्यर्थः, प्रधानकर्मगवान्वितद्वितीयार्थो विषयित्वं धात्वर्थतावच्छेदकदानेऽन्वेति । પૌરવ નાં યાતે વિપ્રઃ સ્થળે, સ્વદેશ્યકદાનેચ્છા એ યાત્ ધાતુનો અર્થ છે. પ્રધાનકર્મ ગોથી અન્વિત દ્વિતીયાર્થ વિષયિત્વ, ધાત્વર્થતાવચ્છેદક
દાનમાં અન્વિત થાય છે. વિવેચનઃ “પોતાને કોઈ દાન આપે એવી ઇચ્છાથી માંગણી થાય છે. એટલે વાત્
ધાત્વર્થ સ્વોદ્દેશ્યકદાનેચ્છા છે. એ પણ દ્વિકર્મક ધાતુ છે. પ્રધાનકર્મને જે દ્વિતીયા થાય, તેનો અર્થ વિષયિતા થશે અને તેનો અન્વય દાનમાં થશે. (દાનનો અર્થ પણ પૂર્વોક્ત (નં. ૭૬) રીતે વિશિષ્ટ ઇચ્છા છે અને તેથી તે સવિષયક પદાર્થ છે.)
વ્યુત્પત્તિવાદ % ૮૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org