________________
૧૭.
अथवा विभागक्षरणव्यापारेषु विशकलितेषु धातोः शक्तित्रयम्, विशिष्टलाभोऽन्वयबलात् । कर्माख्यातस्थले चाकाङ्क्षावैचित्र्येण तेषां विशेष्यविशेषणभाववैपरीत्यात् व्यापारजन्यक्षरणजन्यविभागपर्यन्तस्य धातुत एव लाभ:, आश्रयत्वमेवाख्यातार्थः, एवं च क्षरणविभागयोर्न द्विधा भानम् ।
૧૮.
અથવા ધાતુની વિભાગ, ક્ષરણ અને વ્યાપારમાં એમ કુલ ૩ જુદી જુદી શક્તિ માનવી. વિશિષ્ટજ્ઞાન અન્વય(આકાંક્ષા)થી થશે. કર્મણિ પ્રયોગમાં, આકાંક્ષાના વૈચિત્ર્યથી તેમનો વિશેષ્યવિશેષણ ભાવ ઊંધો થવાથી વ્યાપારજન્યક્ષરણજન્યવિભાગનું જ્ઞાન ધાતુથી જ થશે. આખ્યાતનો અર્થ માત્ર આશ્રયતા થશે. આથી ક્ષરણ અને વિભાગનું બે વાર જ્ઞાન નહીં થાય.
:
વિવેચન પૂર્વે જે કહ્યું તેમાં કર્મણિ પ્રયોગમાં, ધાત્વર્થ, વિભાગજનકક્ષરણાનુકૂળવ્યાપાર અને આખ્યાતાર્થ ક્ષરણજન્યવિભાગાશ્રયત્વ છે. એટલે ક્ષરણ અને વિભાગ, બંનેનું જ્ઞાન, ધાતુ અને આખ્યાત બંનેથી થાય છે. તે ગૌ૨વનું નિવારણ કરવા, વિભાગ-ક્ષરણ અને વ્યાપારમાં ધાતુની ૩ શક્તિ માને છે. કર્તરિ પ્રયોગમાં અન્વય આ રીતે થશેવિભાગજનકક્ષરણાનુકૂળવ્યાપાર... જનકત્વ સંબંધનું જ્ઞાન આકાંક્ષાથી થશે. કર્મણિ પ્રયોગમાં તે બદલાઈને વ્યાપારજન્યક્ષરણજન્યવિભાગ થઈ જશે. અહીં આકાંક્ષા જુદી હોવાથી જન્યત્વ સંબંધનું જ્ઞાન થશે. આમ ક્ષરણ-વિભાગનું જ્ઞાન બેવાર નહીં કરવું પડે. બાકીનો અર્થ પૂર્વવત્ જાણવો.
गौणकर्मासमभिव्याहृते 'दुह्यन्ते क्षीराणि' इत्यादावात्मनेपदेन केवलेन धातुसहितेन वा विभागावच्छिन्न क्षरणाश्रयत्वरूपप्रधानकर्मत्वस्य बोधनेऽप्येकदोभयविधकर्मत्वबोधनस्याव्युत्पन्नतया 'दुह्यन्ते क्षीराणि ગૌ:' હત્યાડ્યો ન પ્રયોઃ ।
દુહ્યન્તે ક્ષીરાળિ વિ. સ્થળે, જ્યાં ગૌણકર્મ નથી. ત્યાં કેવળ આત્મનેપદથી કે ધાતુ સહિત આખ્યાતથી વિભાગજનકક્ષરણાશ્રયત્વ રૂપ પ્રધાન કર્મત્વનું જ્ઞાન થશે. છતાં, એક જ કાળે ઉભયવિધ કર્મત્વનું જ્ઞાન નિયમ વિરુદ્ધ હોવાથી લુહ્યન્તે ક્ષીરાખિ નૌ: વિ. પ્રયોગ થતાં નથી.
વ્યુત્પત્તિવાદ * ૮૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org