________________
પ્રતિબંધક પણ બનશે. હવે, એ ઉપસ્થિતિ, ફળનિષ્ઠપ્રકારતાનિરૂપિત વ્યાપારનિષ્ઠવિશેષ્યતાશાલિત્વેન પ્રતિબંધક માનવી કે વ્યાપારનિષ્ઠવિશેષતા નિરૂપિત ફળનિષ્ઠપકારતા શાલિત્વેન પ્રતિબંધક માનવી તેનો નિર્ણય કરી શકાતો નથી. એટલે બંને રૂપે તેને પ્રતિબંધક માનવી પડે. જ્યારે પ્રાચીનોને તો ધાતુથી માત્ર વ્યાપારની જ ઉપસ્થિતિ હોવાથી એક જ રૂપે તે પ્રતિબંધક બને. આમ, સામગ્રીમાં રહેલી પ્રતિબંધકતા, નવમતે બે રીતે થવાનું ગૌરવ આવે. વળી, પ્રાચીનમતે, ધાતુજન્ય ઉપસ્થિતિ વ્યાપારવિષયક હોવાથી ઉપસ્થિતિનિષ્ઠ પ્રતિબંધકતાવચ્છેદક વ્યાપારવિષયકત્વ થશે. જ્યારે નવ્યમતે ધાતુજન્યોપસ્થિતિ ફળવિશિષ્ટવ્યાપાર વિષયક હોવાથી, પ્રતિબંધકતાવચ્છેદક ફળવિશિષ્ટવ્યાપારવિષયકત્વ થશે. આ અવચ્છેદક ગુરુભૂત હોવાથી પ્રતિબંધક્તાવચ્છેદકના ગૌરવની આપત્તિ પણ નવ્યોને આવશે. (અહીં આદર્શટીકામાં ધાત્વર્થતાવચ્છેદક નું ગૌરવ કહ્યું છે. તે બરાબર જણાતું નથી. દીપિકા તથા શાસ્ત્રાર્થકલા ટીકામાં પ્રતિબંધકતાવચ્છેદકનું ગૌરવ જ બતાવ્યું છે.) નવ્યમતે, ધાતુની ઉપસ્થિતિ બે પ્રકારે પ્રતિબંધક બનશે. પ્રાચીનમતે એક જ પ્રકારે બનશે. પણ પ્રાચીનોએ દ્વિતીયાથી ફળની ઉપસ્થિતિ માની છે. તે પણ શાબ્દબોધનું કારણ હોવાથી, તેમાં પણ પ્રતિબંધકતા આવશે જ. નવ્યોને તો ફળોપસ્થિતિ ધાતુથી જ થઈ ગઈ છે. એટલે બંનેને પ્રતિબંધકતા સમાન જ છે. એમ શંકાકાર કહે છે. નવ્યો પણ દ્વિતીયાથી આધેયતાની ઉપસ્થિતિ તો માને જ છે, એટલે તેમને પણ તેમાં, પ્રતિબંધકતા તો માનવાની છે જ. એટલે તેમને ત્રણ પ્રતિબંધક્તા માનવી પડશે, પ્રાચીનોને બે જ, એટલે નવ્યોને ગૌરવ છે. પ્રાપં છતિ સ્થળે નવમતે “પ્રાનિતિવૃત્તિતાશ્રયસંયોનિનસ્પન્દ્રવ એ પ્રમાણે શાબ્દબોધ થાય છે. જયારે પ્રાચીન મતે ગ્રામવૃત્તિસંયોગનવીન્ એ રીતે શાબ્દબોધ થાય છે. આમ નવમતમાં શાબ્દબોધમાં ગ્રામ, નિરૂપિતત્વ સંબંધ, વૃત્તિતા, આશ્રયતા સંબંધ, સંયોગ, જનકત્વ સંબંધ અને સ્પન્દ એમ ૭ વિષય છે. પ્રાચીન મતે ગ્રામ, વૃત્તિતા સંબંધ, સંયોગ, જનકત્વ સંબંધ અને સ્પન્દ એમ ૫ વિષય છે.
વ્યુત્પત્તિવાદ * ૩૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org