________________
જમ્ - ચંદ્ વિ. ધાતુઓ સમાનાર્થક થઈ જવાની આપત્તિ આવે છે અને તેથી જમ્ ના અર્થમાં ન્ ના પ્રયોગની આપત્તિ આવે છે. અન્ટ પણ કમ્ ને સમાનાર્થી ધાતુ બનવાથી, અકર્મક હોવા છતાં પ્રા અન્વતે વિ. પ્રયોગની આપત્તિ આવે છે. રામં છત માં દ્વિતીયા સંયોગને જણાવે, પ્રામં ત્યત માં દ્વિતીયા વિભાગને જણાવે, આવા પરસ્પર વિરુદ્ધ અર્થો
દ્વિતીયાના માનવા પડે છે. આ બધી આપત્તિના વારણ માટે નવ્ય તૈયાયિકો, ફળાવચ્છિન્નવ્યાપાર જ ધાતુનો અર્થ માને છે. એટલે સંયોગજનક સ્પન્દરમ્ ધાતુનો અર્થ છે. (અવચ્છિન્નત્વ = જનકત્વ સંબંધેન વૈશિટ્ય). વિભાગ જનકસ્પદ ત્યન્ ધાતુનો અર્થ છે. એટલે, પરસ્પર સમાનાર્થી બનવાની આપત્તિ નહીં રહે. પ્રાચીનોએ કર્યત્વ= ક્રિયાજન્યફળશાલિત્વ અર્થ કર્યો હતો. અમ્ ધાતુમાં, ગમનક્રિયાનું ફળ જેમ ઉત્તરદેશસંયોગ છે, તેમ પૂર્વદેશવિભાગ પણ છે જ. એટલે વિભાગ પણ ક્રિયાજન્યફળ છે જ. એટલે તદ્વત્ત્વ = કર્મત્વ માનવામાં તો પુર્વદેશમાં પણ કર્મત્વ આવી જશે, કારણ કે વિભાગ પૂર્વદેશમાં રહ્યો છે. અને ગામને છોડનાર માટે પણ પ્રામં છત પ્રયોગની આપત્તિ આવશે. નવ્યો, કર્મત્વ = ધાત્વર્થતાવચ્છેદકફલશાલિત્વ કરે છે. એટલે, ન્ ધાતુમાં ધાત્વર્થ = સંયોગાવચ્છિન્નસ્પન્દ હોવાથી ધાત્વર્થતાવચ્છેદક ફલ સંયોગ જ થશે અને તેથી તદ્ધત્ત્વ રૂપ કર્મત્વ, માત્ર ઉત્તરદેશમાં જ આવશે, પૂર્વદશમાં નહીં; એટલે ગામ છોડનાર માટે ગ્રામ છિતિ પ્રયોગની આપત્તિ પણ નહીં આવે.
વિ. ધાતુનો અર્થ માત્ર વ્યાપાર જ છે. એટલે ધાત્વર્થતાવચ્છેદક ફળ નો જ અભાવ હોવાથી, કર્મત્વ જ અપ્રસિદ્ધ થશે. એટલે તે ધાતુ સકર્મક બનવાની આપત્તિ નહીં આવે. પ્રાચીનોએ દ્વિતીયાનો અર્થ કર્મત્વ = ફળ કરેલો. હવે ફળ તો ધાતુથી જ જણાઈ જતું હોવાથી દ્વિતીયાર્થ ફળ ન કહી શકાય. એટલે દ્વિતીયાર્થ ફળમાં અન્વય થનારી વૃત્તિ છે.
(૪)
વ્યુત્પત્તિવાદ ૧૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org