________________
સમવાયસંબંધાવચ્છિન્ન થશે, કારણ કે પુષ્પમાં ગંધ સમવાયસંબંધથી રહે છે. એટલે પુષ્પમાં, સમવાયસંબંધાવચ્છિન્ન આધેયતા (વૃત્તિતા) સંબંધાવચ્છિન્ન પ્રકારતા આવશે. જે દ્વિતીયાર્થ છે. આ પ્રકારતા, ગંધનિષ્ઠવિશેષ્યતાની નિરુપક છે, એટલે પ્રકારતાથી નિરૂપિત ગંધનિષ્ઠવિશેષતા રૂપ વિષયતા થશે. આ વિષયતાથી નિરૂપિત, જ્ઞાનનિષ્ઠ વિષયિતા છે અને આવું વિષયિતાશાલિ પ્રત્યક્ષ છે એટલે અન્વયબોધ આ રીતે થશે -પુષ્પવૃત્તિતાદશપ્રકારના નિરૂપિત, ગંધનિષ્ઠલૌકિકવિષયતા નિરૂપિત વિષયિતા શાલિ પ્રત્યક્ષાશ્રય. (ગ્રંથમાં પ્રકારતાનો અન્વય ગંધનિરુપિતલૌકિક વિષયિતામાં કરવાનું લખ્યું છે, તે ગંધનિષ્ઠ વિશેષ્યતા અને પુષ્પનિષ્ઠ પ્રકારતા - બંનેથી નિરુપિત, જ્ઞાનનિષ્ઠ વિષયિતા એક જ હોવાથી). (કોઈક પુસ્તકોમાં સમવાયસંબંધાવચ્છિન્ન આધેયતાસંબંધાવચ્છિન્ન વિષયતા નિરુપિત પ્રકારતા એવો પાઠ છે, ત્યાં વિષયતાથી ગંધનિષ્ઠ વિશેષ્યતા લઈ શકાય. તે પણ, તાદશસંબંધાવચ્છિન્ન છે જ. અને તનિરૂપિત પ્રકારતા પુષ્પમાં આવે છે.) આમ કરવાથી, હવે, જયારે સાવૃત્તિ: ગન્ધઃ એવો ભ્રમ થાય ત્યારે, આકાશમાં ગંધ ન હોવા છતાં, તાદશજ્ઞાનીય તાદશપ્રકારતા તો આકાશમાં આવે છે, (ભ્રમકર્તાને આકાશમાં સમવાયથી ગંધ રહે છે, એવો ભ્રમ છે, તેથી) એટલે શાશં નિમ્ર પ્રયોગ થઈ શકશે. તેમ
જ્યારે માત્ર ગંધનું જ્ઞાન હોય, પુષ્યવૃત્તિ ધ: એવું જ્ઞાન ન હોય ત્યારે, પુષ્યનિપિતવૃત્તિતા ગંધમાં હોવા છતાં, ઉક્તપ્રકારતા પુષ્પમાં આવતી નથી, કારણ કે પુષ્પ, એ જ્ઞાનનો વિષય જ બનતો નથી. તેથી, પુખ્ત નિધ્રામ પ્રયોગની આપત્તિ નહીં આવે. આમોદમુનિવૃતિ સ્થળે તો પૂર્વોક્ત રીતે પ્રા ધાતુની લક્ષણા કરીને દ્વિતીયાર્થ વિષયિત્વ જ કરવાનો છે.
तेन 'इदानीं तनपुष्पे गन्धः' इत्यादिप्रत्ययस्याधेयतासंसर्गेण कालादिप्रकारकत्वेपि तादृशप्रत्यक्षदशायां न 'कालं जिघ्रति' इत्यादिप्रयोगः - तादृशज्ञानीयगन्धादिविषयितायां कालादिप्रकारतानिरूपितत्वविरहात् ।
વ્યુત્પત્તિવાદ * ૧૪૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org