________________
જે મતે ધાતુની શક્તિ ફળ અને વ્યાપારમાં જુદી જુદી છે. તે મને આત્મને પદાર્થ (આખ્યાતાર્થ) માત્ર આશ્રયતા જ છે. સંયોગાવચ્છિન્નક્રિયા રૂપ (ફળ) ધાત્વર્થ જ, વ્યાપાર રૂપ ધાત્વર્થમાં વિશેષ્યતયા અને આશ્રયત્ન (આખ્યાતાર્થ)માં વિશેષણતયા અન્વિત થશે. તે (ફળ) ના એકદેશ સંયોગમાં જ ગ્રામવૃત્તિત્વનો અન્વય થશે. એટલે ચૈત્રીયકૃતિજન્યવ્યાપારજન્ય ગ્રામવૃત્તિસંયોગાનુકૂળક્રિયા - આશ્રય
અજા... એવો અન્વય બોધ થશે. વિવેચનઃ વ્યાપારનો જન્યત્વ સંબંધથી ફળમાં (ક્રિયા) અન્વય થશે એ જ
વિશેષતયા અન્વય... ક્રિયાનો નિરુપિતત્વ સંબંધથી આશ્રયતામાં અન્વય થશે, એ જ વિશેષણતયા અન્વય. શેષ સ્પષ્ટ છે.
૨૨૬. ज्ञानानुकू लशब्दश्च 'द्रव्यं निरूपयति' इत्यादौ धातोरर्थः,
तादृशविशिष्टैकार्थस्यैकदेशे ज्ञानांशे आधेयत्वान्वयबोधने न द्वितीयायाः साकाङ्कता स्वीक्रियते अपि तु विषयतयाऽन्वयबोधे एवेति 'शिष्यं द्रव्यं निरूपयति' इत्यादिर्न प्रयोगः । દ્રવ્ય નિરુપતિ વિ. માં ધાત્વર્થ જ્ઞાનાનુકૂળશબ્દ છે. તેવા વિશિષ્ટ અર્થના એકદેશ જ્ઞાનમાં, આધેયતાના અન્વયબોધ માટે દ્વિતીયાની સાકાંક્ષતા નથી, વિષયતાના અન્વયે બોધ માટે જ છે. એટલે શિષ્ય
દ્રવ્ય નિરુપતિ એવો પ્રયોગ નથી થતો. વિવેચનઃ ટૂ ધાતુની જેમ નિ + ણ્ ધાતુ કહેવાના અર્થમાં વપરાય છે, છતાં તે
દિકર્મક નથી. તેનું કારણ બતાવ્યું છે. જો આધેયતા રૂપ દ્વિતીયાર્થનો અન્વય બોધ, ધાત્વર્થના એક દેશ જ્ઞાનમાં થઈ શકતો હોત, તો શિષ્ય દ્રવ્ય નિરૂપતિ પ્રયોગ થઈ શકે, કારણ કે શિષ્યમાં જ્ઞાન રહેશે. પણ તેવી સાકાંક્ષતા જ નથી. એટલે તેવો પ્રયોગ થતો નથી. પરંતુ ઉક્ત સ્થળે દ્વિતીયાની સાકાંક્ષતા, જ્ઞાનમાં વિષયત્વેન અન્વયબોધ કરાવવાની છે એટલે દ્રવ્ય પદોત્તર દ્વિતીયાર્થ વિષયતા કરીને તેનો અન્વય જ્ઞાનમાં થશે, અને તેથી દ્રવ્યં નિરૂપત પ્રયોગ થાય છે, પરંતુ શિષ્ય દ્રવ્ય નિરૂપતિ પ્રયોગ થતો નથી. દ્રવ્ય નિરૂપતિ સ્થળે શાબ્દબોધનો આકાર થશે, દ્રવ્યવિષયકજ્ઞાનાનુકૂળ શબ્દાનુકૂળકૃતિમાનું.
વ્યુત્પત્તિવાદ * ૯૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org