________________
એવું ન માનવું હોય તો, જલ્ ધાતુની શક્તિ દેશ, ભેદ, ગમન, અનુત્પાદ અને વ્યાપાર એ બધામાં જુદી જુદી માનવી. કર્તરિ સ્થળે ભિન્નદેશ ગમનાનુત્પાદ પ્રયોજક વ્યાપાર એવો અર્થ થશે... ભેદનો આશ્રયતા સંબંધથી દેશમાં, દેશનો કર્મકત્વ સબંધથી ગમનમાં, ગમનનો પ્રતિયોગિકત્વ સંબંધથી ઉત્પાદાભાવ રૂપ અનુત્પાદમાં અને અનુત્પાદનો પ્રયોજકતા સંબંધથી વ્યાપારમાં અન્વય થશે. કર્મણિ સ્થળે, વ્યાપાર પ્રયોજયાનુત્પાદ પ્રતિયોગી ગમનકર્મદેશભિન્ન : એવો અર્થ થશે. વ્યાપારનો પ્રયોજયતા સંબંધથી અનુત્પાદમાં, અનુત્પાદનો પ્રતિયોગિતા સંબંધથી ગમનમાં, ગમનનો કર્યતા સંબંધથી દેશમાં, દેશનો પ્રતિયોગિતા સંબંધથી ભેદમાં અન્વય થશે.
૧૦૭.
"गुरुं धर्मं पृच्छति' इत्यादौ जिज्ञासाबोधकव्यापारो धात्वर्थः, बोधे गुरुवृत्तित्वस्य, जिज्ञासायां धर्मविषयकत्वस्यान्वयः । Tઈ ધર્મ પૃચ્છતિ માં જિજ્ઞાસાબોધક વ્યાપાર એ ધાત્વર્થ છે. બોધમાં
ગુરુવૃત્તિત્વનો અને જિજ્ઞાસામાં ધર્મવિષયકત્વનો અન્વય થશે. વિવેચનઃ જાણવાની ઇચ્છા હોય તે પૂછે, એટલે પૃચ્છા, જિજ્ઞાસા જણાવનારા
વ્યાપાર છે. ગુરુને જિજ્ઞાસાનું જ્ઞાન થાય છે, એટલે ગુરુપદોત્તર દ્વિતીયાનો અર્થ વૃત્તિત્વ કરીને તેનો અન્વય બોધમાં કરવો. જિજ્ઞાસા જ્ઞાનેચ્છા છે, જે સવિષયક પદાર્થ છે એટલે ધર્મ પદોત્તર દ્વિતીયાનો અર્થ વિષયિતા કરીને તેનો અન્વયે જિજ્ઞાસામાં કરવો. એટલે ગુરુવૃત્તિ એવો જે ધર્મવિષયકજિજ્ઞાસા બોધ, તજનક વ્યાપારાનુકૂલકૃતિમાન્ એવો શાબ્દબોધ થશે.
૨૦૮ 'शिष्यं धर्मं ब्रूते' इत्यत्र ज्ञानानुकूलशब्दप्रयोगो धात्वर्थः, ज्ञाने
धर्मविषयकत्वस्य शिष्यवृत्तित्वस्य चान्वय इति । શિષ્ય ધર્મ તૂત માં જ્ઞાનાનુકૂળ શબ્દપ્રયોગ ધાત્વર્થ છે. શિષ્યવૃત્તિત્વ
અને ધર્મવિષયકત્વ બંનેનો અન્વય જ્ઞાનમાં થશે. વિવેચનઃ બીજાને જણાવવા કહેવાય છે, એટલે જ્ઞાનાનુકૂળવ્યાપાર એ ટૂ ધાત્વર્થ
છે. જ્ઞાન શિષ્યને થાય એટલે શિષ્ય પદોત્તર દ્વિતીયાનો અર્થ વૃત્તિત્વ
વ્યુત્પત્તિવાદ # ૯૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org