________________
વિચારે તો એ માત્ર ભેદજ્ઞાનનો અભ્યાસ જ છે; વાસ્તવિક ભેદજ્ઞાન નહિ. રાગાદિ વિભાવ અને શબ્દાદિ વિકલ્પો ઊભા થતાં હોય તે જ સમયે તેનાથી તું છુટો થઈને પરિણમે તો જ તે પારમાર્થિક ભેદજ્ઞાન છે.
એક પણ પરદ્રવ્ય, વિભાવ કે વિકલ્પની સાથે જેને એકત્વબુદ્ધિ છે, સ્વામિત્વબુદ્ધિ છે, તેને તમામ પર દ્રવ્ય વગેરે સાથે એક્વબુદ્ધિ છે જ. તે જુદો પડ્યો જ નથી. તે બધે જ ભળી જાય છે. બહાર જ ભટકે છે. મુખ્યતયા અનંતાનુબંધી રાગ-દ્વેષથી છૂટો પડે તો જ અંદરમાં જવાય.આ હકીકત ભૂલતો નહિ.
સારી કે ખરાબ કોઈ પણ બાહ્ય ચીજથી હું જુદો છું. અરે ! તેના નિમિત્તે થતા રાગાદિથી પણ હું ન્યારો જ છું. હું રાગાદિ વિભાવ પરિણામ સ્વરૂપ નથી. ઈનિષ્ટ કલ્પના પણ મારું સ્વરૂપ નથી. હું તો તેનો માત્ર જાણનાર-જોનાર જ છું. તેનાથી હું જુદો છું. હું તો સર્વ પ્રકારની આકુળતા અને મૂઢતાથી મુક્ત બનીને મારા શુદ્ધ ચૈતન્ય સ્વરૂપમાં જ સ્થિર છું'- એમ ધીરજથી* દઢ નૈૠયિક ભેદજ્ઞાનના સહારે સતત રાગાદિથી છુટો પડે અને ઉત્સાહપૂર્વક આત્મસ્વભાવમાં રહે, આત્મદર્શનને અવલંબી શુદ્ધ ઉપયોગમાં ઠરે, ભાવ એકાંત કેળવીને આત્મતૃપ્ત બને તો સાનુબંધ સબળ સકામ નિર્જરા થાય, વિભાવ પરિણામનું ઉમૂલન થાય.
પણ ધીરજપૂર્વક તે રીતે લક્ષમાં લેવાના બદલે, પોતે રાગાદિથી છુટો પડીને સ્થિર ન રહેતાં, વિકલ્પથી અલગ થઈને ઊભો ન રહેતાં, પર્યાયથી જુદો પડીને ધીરો ન રહેતાં જે વિભાવદશાની અને વિકલ્પદશાની પરિણતિ જોરથી ચાલી રહી છે તેમાં જ જીવ પોતે વેગથી દોડી રહ્યો છે, ભળી રહ્યો છે, એકાકાર-એકરસ બની રહેલ છે. આ કુટેવ અનાદિ કાળની છે. તેથી રાગાદિ વિભાવથી જુદા પડવું, વિભાવ સાથેની તાદાભ્યબુદ્ધિથીકર્તુત્વબુદ્ધિથી, અધિકારવૃત્તિથી છૂટા પડવું મુશ્કેલ લાગે છે. ક્ષણે ક્ષણે - ન પ્રદૂપ્રિયં પ્રાથ, નોસ્પ્રિાણ પ્રિયં ! '
ચિરદ્ધિસિંગૂઠો, વિમા સ્થિત (મધ્યાત્મસાર - ૨૪૬) ઈરાનાં યતિયો ઈરા, નિરતિસ: |
कर्मशत्रुमहासैन्यं, निर्जर्यन्ति तपोबलात् ।। (कुलभद्रसूरिकृत सारसमुच्चय - २१०) *. उत्साहान्निश्चयाद् धैर्यात् संतोषात् तत्त्वदर्शनात् ।
मुनेर्जनपदत्यागात् षड्भिोगः प्रसिध्यति ।। > પર પરિણતિ પોતાની માને, વર્તે આર્તધ્યાને.
બંધ મોક્ષ કારણ ન પીછાણે, તે પહેલે ગુણઠાણે. (૩૫૦ ગાથાનું સ્તવન) ૭૨
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org