________________
જીવ વિભાવ સાથે સ્વામિત્વબુદ્ધિ-એકત્વબુદ્ધિ કરી રહ્યો છે, અભિન્ન થઈને પરિણમી રહ્યો છે. આ એકત્વબુદ્ધિને-સ્વામિત્વબુદ્ધિને જીવ તોડતો નથી. જીવનઘટમાળમાં કર્મબંધ અને કર્મનિર્જરાના કારણને શાંતિથી વિચારતો નથી. મિથ્યાત્વની ગાંઠ છોડતો નથી. તેનાથી ભેદજ્ઞાન અંતરમાં કરતો નથી. એટલે પરિણતિ બદલાતી નથી, વૃત્તિ પલટાતી નથી, ષ્ટિ શુદ્ધ આત્મા તરફ જતી નથી. એક પછી એક વિભાવની ઘટમાળ ચાલુ જ રહે છે. આ રીતે આર્તધ્યાનમાં અટવાઈને પોતાની જાતે જ વિભાવથી જુદા પડવું મુશ્કેલ બનાવેલ છે.
તપ-ત્યાગ-વૈરાગ્ય-સ્વાધ્યાય-ઉપશમભાવ વગેરે આલંબન દ્વારા જીવ વિભાવથી હાર્દિક રીતે પાછો વળતો નથી. પોતાને ગ્રહણ કરતો નથી. માટે રાગ ટળતો નથી અને તાલાવેલી હોવા છતાં નિર્વિકલ્પક આત્મસાક્ષાત્કાર થતો જ નથી. જો તું યથાર્થ આત્મજ્ઞાન કરે તો તારી॰ જ્ઞાનપરિણતિથી જે કાયોત્સર્ગ, તપ, ત્યાગ, સ્વાધ્યાય આદિ સત્ ક્રિયા થશે તે ચૈતન્યમય હશે અને તે તને રાગથી જુદી પાડશે, રાગાધ્યાસથી છોડાવશે, રાગમાં થતી એકત્વબુદ્ધિ-સ્વામિત્વબુદ્ધિ-કર્તૃત્વબુદ્ધિથી તને મુક્ત કરાવશે.
‘રાગાદિ વિભાવ અને સંકલ્પ-વિકલ્પો આત્માથી જુદા છે' એમ નક્કી કર્યા પછી પણ જુદું જુદારૂપે કાર્ય કરે તો ભેદજ્ઞાને કાર્ય કર્યું કહેવાય. પુણ્યજન્ય કે પાપજન્ય તમામ સંયોગમાં વિભાવદશાજનક પ્રવૃત્તિથી અને પરભાવથી અંદરમાં મુક્ત થાય તો ‘હું રાગભિન્ન અસંગ આત્મા છું' એમ રટેલું સાચું. ‘હું જુદો છું' - એમ ફકત બુદ્ધિ આધારિત કે મન આધારિત હોય તે લાંબો સમય ટકતું નથી. વિભાવપરિણામમાં અંદરથી ગલગલીયાં થતાં હોય તો ‘ધ્રુવ ચેતન એવો હું ક્ષણભંગુર અને જડ એવા રાગથી જુદો છું' તેવી તર્કમૂલક માન્યતા પણ લાંબો સમય સ્થિર નથી રહેતી. સ્વાનુભવના જોરે તેવું અંદરથી ભાસે તો કામ લાગે. અનુભવથી સ્વીકૃત ન હોય તે પ્રતિકૂળ કર્મના ઉદયમાં, વિપરીત સંયોગમાં, ધારણાથી વિરુદ્ધ પ્રસંગમાં ટકતું નથી. માટે પ્રતિક્ષણ ‘હું જુદો છું' એમ અંદરથી આપમેળે લાગવું જોઈએ. પોતે વિકલ્પથી જુદો લાગે તો તેનાથી છૂટો પડે અને નિર્વિકલ્પદશા પ્રગટે.
અંદરમાં ઉપયોગ, લક્ષ અને વૃત્તિ ચોટે તો કામ થાય. જ્યાં સુધી ज्योतिर्मयीव दीपस्य क्रिया सर्वाऽपि चिन्मयी । (ज्ञानसार- १३/८)
Jain Education International
For Private & Personal Use Only
93
www.jainelibrary.org