________________
વિભાવનું-વિકલ્પનું સર્વત્ર સર્વદા જુદારૂપે કાર્ય થતું નથી ત્યાં સુધી ભેદજ્ઞાન યથાર્થ બનતું નથી, ત્યાં સુધી વિભાવ ને વિકલ્પ અલગ પડતા નથી, છુટા પડતા નથી. તથા ભેદજ્ઞાનનો નિર્ણય એમ ને એમ બુદ્ધિપૂર્વકનો રહી જાય છે. માટે વૃત્તિનું સ્વરૂપ ઓળખીને મલિન વૃત્તિમાં-રાગાદિ પરિણતિમાં તાદામ્યબુદ્ધિ ન થવા દે તો તાત્ત્વિક લાભ થાય. તમામ પ્રકારના વિભાવથી, વિકલ્પથી, મલિન અનુબંધથી, પૂર્વના વિરાધભાવથી, વિરાધકભાવના આવેગથી, ઔદયિક વૃત્તિથી જો તું અંદરથી છુટો નથી પડ્યો તો તું પારમાર્થિક રીતે છુટો નથી જ પડ્યો. તેને માટે સંવેદનાત્મક ભેદજ્ઞાનનો ઊંડો અભ્યાસ, અંતરંગ પ્રબળ પુરુષાર્થ, આત્મશ્નરણા અને નિર્વિકલ્પદાનો તીવ્ર તલસાટ જોઈએ. તે પણ ઊંડી સમજણપૂર્વક-હાર્દિક આત્મબોધપૂર્વક જોઈએ.
રાગાદિ વિભાવ પરિણામો, શબ્દાદિ વિકલ્પો આવે ત્યારે “આ વિભાવ કે વિકલ્પ મારું ઘર નથી, વિશ્રામસ્થાન પણ નથી. હું અહીં કયાં આવી ગયો? મારું ઘર તો શુદ્ધ નિર્વિકલ્પ અસંગ ચૈતન્ય છે, અખંડ અસ્તિત્વમાત્ર મારું સ્વરૂપ છે. ત્યાં જ આનંદ છે, પરમાનંદ છે'- આમ અંદરમાં ભાસવાથી જે તેનાથી ન્યારો થાય તેના વિભાવ પરિણામો જ ખલાસ થઈ જાય છે તો તેના પ્રત્યે મમતા ઊભી થવાની, તેમાં ભળી જવાની તો શકયતા જ કયાંથી રહે ? કદાચ કર્મવશ, પૂર્વસંસ્કારવશ વિભાવપરિણામો જાગે તો ય તેને વિભાવાદિમાં તન્મયતા આવતી નથી, તેનાથી આત્મા જુદો જ રહે છે. વિભાવપરિણામ કે વિકલ્પ-વિચાર આવે તો પણ ન્યારો રહીને જ આવે છે. પોતાની સ્વાભાવિક શુદ્ધ આત્મપરિણતિ-આત્મજાગૃતિ-આત્મોપયોગઆત્મપ્રતીતિ ટકી રહે તે રીતે વિકલ્પ આવે છે અને તે વિકલ્પ આત્માથી અલગ જ રહે છે. આત્મા તેમાં ભળી જવા મથામણ કરતો નથી, તેમાં સ્વામિત્વબુદ્ધિ કે તાદાભ્યબુદ્ધિ કરતો નથી.
અંતરમાં નિરંતર આત્મલક્ષે રહેવાથી સહજ રીતે સંકલ્પ-વિકલ્પો છૂટતા જાય છે, વિભાવ પરિણામો છુટા થઈને રહે છે. દેહાદિ, રાગાદિ, વિકલ્પાદિથી સતત ભેદજ્ઞાન કરવાનો અભ્યાસ બળવાન થયેલ હોવાથી ઉપયોગ પોતે જ રાગાદિને કે વિકલ્પાદિને સ્વીકારવા તૈયાર થતો નથી. ઉપયોગ-દષ્ટિરુચિ-પરિણતિ ચૈતન્યસ્વભાવને અભિમુખ બનવા માંડે છે. આમ અંદરથી
A fમેતિ વિજ્ઞાન, તત્ત્વાન્તજ્ઞાનસન્મસ્ત્રી |
વ્યાસનેવ નોત્થાતું, ફત્તે સ્વ મમતાસ્થિતિઃ | (અધ્યાત્મસાર - ૮રરૂ)
૭૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org