________________
પોતે વિભાવોથી છુટો પડી, સંકલ્પ-વિકલ્પથી જુદો પડી, પોતાને વિભાવોથી જુદા સ્વરૂપે પ્રતીત કરીને ગ્રહણ કરી, વિભાવ પરિણામોથી જીવંત રીતે ભેદજ્ઞાન કરે કે તરત ઉપયોગ અંદરમાં વળે, વિકલ્પદશા ક્ષીણ થવા માંડે, પરિણતિ સ્વભાવ તરફ ઢળે, ચિત્તવૃત્તિપ્રવાહ આત્મસ્વભાવમાં લીન બને.
પૂર્વસંસ્કારવશ કે કર્મવશ વિકલ્પો ઉત્પન્ન થાય તો પણ તેના પ્રત્યે પૂર્ણપણે ઉપેક્ષા જ હોય, તેમાં ચેતના ભળે નહિ. જુદું જુદા રૂપે જ પ્રતિક્ષણ અનુભવાય. પુદ્ગલના દર્શને પણ પુદ્ગલ પ્રત્યે ઉદાસીનતા હોય તો પુદ્ગલને અનાત્મરૂપે જાણ્યા સાચા. આકર્ષકમાં આકર્ષક પુદ્ગલના દર્શનસ્પર્શન વગેરેમાં પણ રાગાદિ પરિણામો ઊભા જ થઈ ન શકે તેવી ઉન્નત આત્મદશાએ પહોંચવું એ જ તો ભેદજ્ઞાનની સાધનાનું મુખ્ય પ્રયોજન છે. ભેદજ્ઞાનની પરિણતિ આ રીતે પરિપક્વ બને ત્યારે અનિવાર્ય વિજાતીયદર્શન વગેરે સ્વરૂપ પરનિમિત્તે* પણ કર્મબંધ થાય નહિ. અંદરમાં દેહ-મનવચન-વિભાવ-વિકલ્પસંબંધી ભેદજ્ઞાનધારા સહજ રીતે પ્રતિક્ષણ પ્રગટે. આ પાંચમી ભૂમિકા છે.
અહીં ઉપયોગ અને પરિણતિ વિભાવ-વિકલ્પ-પર્યાયનો આશ્રય છોડી ચૈતન્ય સ્વભાવ તરફ વળે છે. જ્ઞાન પોતાના શુદ્ધ સ્વરૂપમાં પોતાનો અનુભવ કરે છે. આ જ્ઞાનની પરમ જાગ્રત અવસ્થા છે. તેથી આ ભૂમિકામાં સહજ રીતે શુદ્ધોપયોગની લક્ષધારા તીવ્ર થાય, જ્ઞાતાધારા ઉગ્ર બને, ઉપયોગ તીક્ષ્ણ બને અને વિભાવરસ-વિકલ્પરુચિ અતિમંદ થાય છે. પછી વિકલ્પદશા તૂટે છે. આ રીતે તમામ વિષય અને વિકલ્પની આકુળતા છૂટીને ઉપયોગ ત્યારે નિરાકુળ નિજસ્વભાવની રુચિપૂર્ણ પ્રતીતિ કરી, શુદ્ધ સ્વરૂપની અનુભૂતિ કરી, અસ્તિત્વમાત્ર સ્વરૂપ અનંત આનંદમય પરમશુદ્ધ આત્મસ્વરૂપમાં કરી જાય, જામી જાય, દૃઢ થાય, લીન થાય અને રત્નત્રયના આલંબને પારમાર્થિક નિર્વિકલ્પદશા સહજ રીતે પ્રગટ થાય. આ રીતે જીવ છઠ્ઠી ભૂમિકાએ પહોંચવા ભાગ્યશાળી બને છે. * ક્ક્ષળના તુ રાજ-દ્વેષરહિતચાડયુરમેવ ! (યોગશાસ્ત્ર ૧/૩૦ વૃત્તિ) 7. નો સા વર્લ્ડ વઘુસિયાયિં |
रागदोसा य जे तत्थ ते भिक्खू परिवज्जए ।। (आचारांग - २/३/१५/१३२) A. સત્તામત્તસજીવ પતા પરમાય | (સમરાāછઠ્ઠા ભવ-૬, પૃષ્ઠ-૬૦૭).
इह हि सर्वबहिर्विषयच्युतं, हृदयमात्मनि केवलमागतम् । વરર્શનવઘપરમ્પરાવતિ પ્રસરત્યવિન્ય || (અધ્યાત્મસાર - શરરૂ)
૭પ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org