________________
આવી દશા ન આવે ત્યાં સુધી ભેદજ્ઞાનનો ગમે તેટલો ઊંડો અભ્યાસ હોય તો પણ અંતરમાં નિર્ણય એમ રાખજે કે હજુ આ અભ્યાસ વિકલ્પમાં જ છે. હજુ અંદર ઊંડાણમાં-નિર્વિકલ્પ સ્વભાવમાં જવાનું તો બાકી જ છે. આમ ધ્યેય રાખે તો ઊંડા જવાનો પ્રયત્ન થાય, તેવા પ્રયાસનો અવકાશ રહે. જ્યાં સુધી કાર્ય ન થાય ત્યાં સુધી સમજવું કે કારણ ઓછું છે, નબળું છે. તેથી જ પર્યાયમાં અશુદ્ધિ રહેલી છે. તે પર્યાયની અધૂરાશ જ છે. હજુ ઘણું કરવાનું બાકી છે” એવો ખ્યાલ હશે તો નમ્રતા પણ સહજપણે રહેશે. સ્થાયી નિર્વિકલ્પદશા પ્રગટે નહિ ત્યાં સુધી સમજવું કે હજુ ભાવના ઉપર ઉપરની છે. અપેક્ષિત ઊંડાણવાળી નથી. હજુ લીનતા કરવાની બાકી છે. અલ્પ પણ મલિન પર્યાયને ઓળખી, પર્યાયમાં પોતાની પામરતા સ્વીકારીને આગળ વધતા રહેવું. કેવળ પાંચ પ્રકારના ભેદજ્ઞાનના પુરુષાર્થમાં સંતોષ ન રાખવો.
વત્સ ! નિર્વિકલ્પદશાએ પહોંચાડનાર માર્ગની હવે સમજણ પડી ને? “સમજણ” શબ્દના અર્થની-પરમાર્થની તો તને સમજણ છે ને? અંદરમાં પરિણમન થાય તો સમજણ આવી કહેવાય. બાકી તો ગોખણપટ્ટી કે માહિતિસંગ્રહ કહેવાય. શબ્દ તો નિમિત્ત માત્ર છે. શબ્દો, શબ્દો ને શબ્દો પણ મગજમાં ભરી રાખવા જેવા નથી. કાયમ વિચારો ને વિચારો પણ સ્મૃતિપટમાં સંઘરી રાખવા જેવા નથી જ. પરંતુ ઊંડો યથાર્થ વિચાર-નિર્ણય કરી, સમજીને આત્મામાં સમાઈ જવું. શબ્દનો પરમાર્થ અંદરમાં પરિણમે તેમ કરવું. જેટલો ભાવ અંદરમાં પેસે તેટલું કામ થાય. જેવા ભાવ હશે તેવું ભાવી બનશે. જેવી રુચિ હશે તેવું બીજ પડશે. પણ તે શુભ ભાવમાં ય વળગી પડવાનું નથી.
ધર્મક્રિયા વગેરેમાં થતા સૂક્ષ્મતમ ઊંચા શુભભાવ પણ તારું સ્વરૂપ નથી. પરિણતિમાં અનાદિકાલીન અધ્યવસાયના જે જે અંશો છે તે પણ તારો મૂળભૂત સ્વભાવ નથી અને આ બધાના ભેદજ્ઞાનમાં રોકાવું એ પણ તારું શાશ્વત શુદ્ધસ્વરૂપ-અખંડ આત્મસ્વભાવ નથી. “હું શુદ્ધાત્મા છું, વિભાવોથી જુદો છું.' એમ ભેદજ્ઞાનના સમાધિમય શુભ વિકલ્પ વચ્ચે ઊભા રહેવા છતાં પણ તેની પાછળ ધ્યેય તો એક જ હોય કે મારો નિર્વિકલ્પ - મોયોપોડ, સમય: સવવત્વ: |
શુદ્ધોપચાતુ, નિશિત્વસ્તરે છે (મધ્યાત્મોનિષત્ - રા૨૬) ૭૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org