________________
ચૈતન્યસ્વરૂપ શુદ્ધ સ્વભાવ કેમ પ્રગટ થાય ? એકમાત્ર આત્મા ઉપર જ દષ્ટિ કેન્દ્રિત જોઈએ.
હું શુદ્ધજ્ઞાનસ્વરૂપ છું.” એવા પ્રશસ્ત વિકલ્પની પાછળ પણ આત્માના નિર્વિકલ્પક જ્ઞાનસ્વભાવને ગ્રહણ કરવાની-પરિણાવવાની જ એક માત્ર જે દૃષ્ટિ-રુચિ-તાલાવેલી-ભાવના-લગની હોય છે તે કામ કરી જાય છે. આવી લગની હોય તો- “હું શુદ્ધાત્મા છું – એવો ઉત્તમ પ્રશસ્ત વિકલ્પ રહેવા માટે નહિ પણ રવાના થવા માટે જ આવેલ છે, તમામ અશુદ્ધિને રવાના કરવા માટે જ આવેલ છે- એમ સમજવું. તેવી દૃષ્ટિથી જ આત્માનુભવ થાય છે.
માટે “હું શુદ્ધાત્મા છું એવા શુભ વિકલ્પને પણ વળગવાના બદલે તેના માધ્યમથી ઝડપથી શુદ્ધાત્માને પ્રગટાવવાની તીવ્ર લગની-તાલાવેલી ઊભી કરવી. આ લક્ષ જરા ય ચૂકતો નહિ. કારણ કે તેનાથી જ આઠેય કર્મ સુધરે છે, શુદ્ધ થાય છે, અનુબંધની મલિનતા ખલાસ થાય છે, વિરાધક ભાવો છૂટા પડે છે,* પાણી અને સાબુ દ્વારા કપડાનો મેલ છુટો પડે તેમ. માટે જ “હું શુદ્ધ ચૈતન્યસ્વરૂપ છું એ વિકલ્પની પાછળ પણ નિર્વિકલ્પક આત્મતત્ત્વનું ધ્યેય છોડતો નહિ. એ વિના “હું શુદ્ધ બુદ્ધ અસંગ આત્મા છું.” એવા કોરા વિકલ્પથી કે બૌદ્ધિક ઉપલક વિચારથી કે શુષ્ક તાર્કિક ચિંતનથી કાંઈ થતું નથી. હું તો નિર્વિકલ્પતાથી ભરેલો અનંતગુણમય શુદ્ધાત્મા છું એમ જીવંત લક્ષ્યસ્વરૂપે, ધ્યેયરૂપે વણીને સંવેદનાત્મક ભેદજ્ઞાનના ભીંજાતા અભ્યાસમાં લાગ્યો રહેજે. આ પ્રકારે ભેદજ્ઞાનના ઊંડા અને વ્યાપક અભ્યાસથી જ કર્મબંધદશા ક્ષીણ થવા દ્વારા અનંતા જીવો મોક્ષે ગયા છે. કર્મબંધદશા પુષ્ટ થવા દ્વારા જીવો ભવભ્રમણ કરે છે તેમાં મુખ્ય કારણ હોય તો તે દેહાદિમાં અભેદબુદ્ધિસ્વરૂપ ભ્રમણા જ છે- એમ જાણજે.
“શુદ્ધાત્મા છું.” એવો જે શુભ વિકલ્પ છે તે પણ વાસ્તવમાં તો .. अविद्ययैवोत्तमया, स्वात्मनाशोद्यमोत्थया ।
વિઘા સન્માતે રામ ! સર્વોષાપહારિણી | (અધ્યાત્મનિષત્ - રાકરૂ) *. जहा खलु मइलं वत्थं सुज्झइ उदगाइएहिं दव्वेहिं ।
एवं भावुवहाणेण सुज्झए कम्ममट्ठविहं ।। (आचारांगनियुक्ति २८२) *. ये यावन्तो ध्वस्तबन्धा अभूवन्, भेदज्ञानाभ्यास एवात्र बीजम् । येऽप्यध्वस्तबन्धा भ्रमन्ति, तत्राभेदज्ञानमेवेति विद्म । (अध्यात्म बिन्दु - १/९)
૭૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org