________________
વિભાવ જ છે. પરમાર્થથી તે પણ મારું સ્વરૂપ નથી. હું તો તેનાથી પણ નિરાળું અને નિર્મળ એવું નિર્વિકલ્પ તત્ત્વ છું. તેનાથી પણ જુદો ને કેવળ તેને નિર્વિકલ્પપણે જાણનાર છું. એ જાણનારને મારે જાણવો છે, જોવો છે, અનુભવવો છે. મારે શુદ્ધ ચૈતન્યસ્વરૂપે રહેવું છે. તેમાં જ કરવું છે, સ્થિર થવું છે, લીન થવું છે - આ રીતે ભાવના દ્વારા આત્માને પકડી, વારંવાર પોતાના ચૈતન્ય સ્વભાવનું આલંબન લઈ, ઉપયોગને આત્મસન્મુખ કરી, પરિણતિમાં રાગાદિથી છુટા પડી, પર્યાયમાં જ્ઞાતાધારાની ઉગ્રતાનો અંતરંગ પુરુષાર્થ કરજે.
વત્સ ! જેમ દાંતનો મેલ દાંતથી છૂટો ન પડે તો દાંત સડી જાય તેમ રાગ-દ્વેષાદિ મેલ છૂટો ન પડે તો વ્યવહારમાં આત્મા પણ સડી ગયા જેવો થઈ જાય. માટે ભેદજ્ઞાનનું બ્રશ લઈને આત્માને રાગાદિથી છૂટો જ રાખવો. રાગાદિને આત્મામાં ઘર કરવા ન દેવા. દેહમળ દેહથી છૂટો ન પડે તો શરીર ગંધાય; શરીરને તકલીફ પડે. તેમ રાગાદિ સહજમલ આત્મામાંથી છૂટો ન પડે તો વ્યવહારથી આત્માને પારાવાર નુકશાન થાય. જઠરાગ્નિ સતેજ-પ્રબળ હોય તો મળ પાકીને છૂટો પડે, શરીર હળવું થાય. તેમ ભેદવિજ્ઞાન પ્રબળ હોય તો રાગાદિ સહજ મલ પાકીને છૂટો પડી જાય, આત્મા હળવો થાય, સ્વસ્થ થાય. ગમે તેવો પુષ્ટિદાયક ગુંદરપાક ખાધો હોય તો પણ અંતે તે કાઢવો જ પડે. તેમ મતિજ્ઞાનાદિ કે પ્રશસ્ત અનુષ્ઠાનવિષયક રાગ વગેરે બાબતમાં પરમાર્થથી સમજવું.
માટે આગળ વધીને તું અમારા ઉપરથી પણ દૃષ્ટિ ઊઠાવી લે. અમારા પ્રત્યેના પણ પ્રશસ્ત રાગને છોડીને વીતરાગ થઈ જા. વસ્તુતઃ તારામાં અને મારામાં કોઈ જ ફરક નથી. પરમાર્થથી તું જ તારા માટે ઉપાસવા લાયક છે. નિશ્ચયથી તારી સિદ્ધદશા જ તારા માટે ઉપાસ્ય છે. *તારામાં રહેલા સિદ્ધ પદને ઓળખી તેનો આદર-બહુમાન કરે તેમાં અમારો આદર આવી જ જાય છે. અમારા ઉપર નજર કરીને પણ અંતે તો અમે જ્યાં २. आवश्यकादिरागेण, वात्सल्याद् भगवदगिरां ।
प्राप्नोति स्वर्गसौख्यानि, न याति परमं पदम् ॥ (अध्यात्मसार - १५।४) 5. યા પરત્મા પરં તોડફ્રેં થોડદું જ પરમેશ્વર: |
मदन्यो न मयोपास्यो मदन्येन च नाप्यहम् ॥ (ध्यानदीपिका-१७३) . અહો અહો હું મુજને કહું, નમો મુજ નમો મુજ રે. (શાંતિજિનસ્તવન-આનંદઘનજી)
૭૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org