________________
તારી નજર કરાવી છે તે તારા મૂળભૂત પૂર્ણ ધ્રુવ સ્વરૂપ ઉપર જ તારે તારી દૃષ્ટિ-પરિણતિ-ઉપયોગ-લક્ષને સ્થિર અને લીન કરવા દ્વારા તારું કલ્યાણ સાધવાનું છે.
મૂળભૂત સ્વભાવે તારામાં અને અમારામાં કશો જ ફરક નથી. આ બાબત ઉપર ભાર આપીશ તો વર્તમાનમાં અનુભવાતા રાગ-દ્વેષ ઉપરનું વજન છૂટી જશે. પછી રાગાદિ ક્ષણભંગુર, તુચ્છ અને કાલ્પનિક લાગશે. જેમ ભીખારીદશાનો અનુભવ કરનાર વ્યક્તિને કરોડ રૂપિયાની લોટરી લાગવાનો સાચો ખ્યાલ આવે કે તરત જ તેની દીનતા, હીનતા, ગરીબીનો ત્રાસ વગેરે આપમેળે રવાના થાય છે. તેમ ‘હું શુદ્ધદ્રવ્યદૃષ્ટિએ સિદ્ધ ભગવંત જ છું' એવો સાચો ખ્યાલ આવે કે કેવળજ્ઞાનની લોટરી તને લાગી ગઈ એમ સમજી લે. પછી કામ-ક્રોધાદિ તને દીન-હીન બનાવી નહિ શકે.
ત્યારબાદ તો “પર્યાય દષ્ટિએ અનુભવાતી અને વ્યવહારનયથી સત્યરૂપે ઓળખાવાતી તારી સંસારીઅવસ્થા નિશ્ચયષ્ટિના પરિણમનમાં તને જરા પણ નડતરરૂપ નહિ બને. વાંકા કર્મો પણ આપમેળે સીધા થઈ જશે. તને સમર્પિત થઈ જશે. આવી વસ્તુસ્થિતિ હોવાથી તને કહું છું કે ‘તારા શુદ્ધ ચૈતન્ય સ્વરૂપને છોડીને બીજું કશું પણ પરમાર્થથી તારે ઉપાસવા લાયક નથી. “તારી જાતને જ તારી જાતે જ દઢપણે પકડી રાખજે. આ જ પારમાર્થિક ધ્યાન છે. બાકી બધા વ્યવહારનયના ઉપચાર છે. તેના પ્રત્યે ઉપલી ભૂમિકામાં સહજતઃ ઉદાસીનતા પ્રગટે. માટે પ્રશસ્ત રાગમાં કે સર્વોત્કૃષ્ટ શુભ વિકલ્પમાં પણ તું અટકતો નહિ. આ મારી આજ્ઞા છે.
વ્યવહારનયના ઉપચાર પ્રત્યે, ઔપચારિક કથન પ્રત્યે, ઉદાસીન બનીને નિર્ભયતાથી તું તને મુખ્ય બનાવી લે.* આ જ મોક્ષનું મુખ્ય બીજ છે. ઉપરની દશામાં સાધનને ગૌણ કરવા તે તારા હાથની વાત છે. ‘પોતાના
4. सम्यगालोचनायां नयान्तरजन्याबाधज्ञानस्य नयान्तरजन्यज्ञानेऽप्रतिबंधकत्वात् । /રૂક - મહો. યશોવિનયવૃત્તિ)
(तत्त्वार्थसूत्र आत्मानमात्मनात्मैव ध्याता ध्यायति तत्त्वतः ।
उपचारस्तदन्यो हि व्यवहारनयाश्रितः ।। ( गुणस्थानकक्रमारोह ११० ) *. અમેવ મોપાસ્યો મુર્તીનીમતિ સ્થિતમ્ । (અધ્યાત્મચિન્તુરારક) * સ્વપ્રયોઝનસંસિદ્ધિ, સ્વાયત્તા માસà યવા !
बहिरर्थेषु सङ्कल्पुसमुत्थानं तदा हतं ॥ ( अध्यात्मसार
Jain Education International
For Private & Personal Use Only
-
(૬)
૩૯
www.jainelibrary.org