________________
પ્રયોજનની સિદ્ધિ પોતાને આધીન છે'- એવું જ્યારે અંદરમાં લાગે ત્યારે બાહ્ય સાધનને લેવા-મૂકવાના સંકલ્પ-વિકલ્પ આપમેળે શમી જાય છે.
માટે સતત વિભાવપરિણતિ તરફ જતી પુરુષાર્થધારાને ભેદજ્ઞાનસ્વરૂપ દોરીના માધ્યમથી પ્રતિક્ષણ સ્વભાવપરિણતિ તરફ ખેંચી રાખજે. ઉપયોગ બહાર જાય તો પણ પરિણતિની દોરી પોતાના તરફ ખેંચી ઉપયોગ-પતંગને પોતાના તરફ વાળજે. આગળ વધીને ઉપયોગસ્વરૂપ દોરી દ્વારા વિષયપતંગને-પદાર્થપતંગને પણ શુદ્ધ સ્વભાવ તરફ, આત્મસ્વરૂપ તરફ જ ખેંચજે. અર્થાત આત્માને જ ઉપયોગનો વિષય બનાવજે.
આ રીતે ઉપયોગને અંતરમાં વાળી સ્વરૂપલીનતાનો પ્રયાસ કર. પ્રયાસ કરીશ તો અવશ્ય થશે. આ રીતે આત્મલક્ષી સૂક્ષ્મ દ્રવ્યાનુયોગના અભ્યાસથી શુદ્ધ દ્રવ્યદષ્ટિ કેળવવાથી અવશ્ય ગ્રન્થિભેદ થશે. પારમાર્થિક સમ્યગ્દર્શન અનુભવાશે. સમકિત વધુને વધુ નિર્મળ બનશે. એના આધારે ભાવચારિત્ર પણ પ્રગટ થવા તત્પર થશે. તે માટે હતાશા કે દીનતા ન આવે તે રીતે સર્વત્ર “શુદ્ધ આત્મસ્વભાવ તરફ ઉપયોગ નથી રહેતો તે અસત્વવર્તન છે, આત્મહત્યા છે.'- એવી દષ્ટિ રાખીશ તો કાર્ય સરળ થશે અને અવશ્ય સાનુબંધ થશે. નિર્વિકલ્પદશા પ્રગટ થશે.
૪. વડ સાસુદ્દા હંસળસુદ્દસ વરને તુ (મોનિમિગ-)
૮૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org