________________
૧૫.
ભાગરૂપે કેમ પટિણમી જાઉં છું ?
હે માર્ગપ્રકાશક ! મારી નિર્વિકલ્પ દશા પ્રગટ કરવા માટે “દેહાદિ, રાગાદિ અને વિકલ્પાદિ મારાથી જુદા છે'- એમ મારા હૈયામાં ઠસાવવાનું આપ કહો છો. આપની વાત ૧૦૦% સાચી જ છે. પણ હું તો સ્વપરના અને જડચેતનના ભેદને વિસારી, મારું સ્વરૂપ ભૂલી ડગલે ને પગલે તેની સાથે એકત્વબુદ્ધિ કરી રહ્યો છું, સ્વામિત્વબુદ્ધિ કરી રહ્યો છું. સામે ચાલીને રાગાદિને ઊભા કરીને તેમાં ભળી રહ્યો છું, ગરકાવ થઈ રહ્યો છું. પ્રભુ ! તેનાથી મારો છૂટકારો કયારે થશે ?
દેહાદિ પરદ્રવ્ય, રાગાદિ વિભાવ અને શબ્દાદિ વિકલ્પથી હું જુદો છું. તે મારું સ્વરૂપ નથી. હું તેનો સ્વામી નથી. મારે તેની સાથે કોઈ સંબંધ નથી. રાગાદિ મારો સ્વભાવ નથી. મારો સ્વભાવ તો સિદ્ધ ભગવંત જેવો અસંગ-સાક્ષીમાત્ર-વીતરાગ-નિર્વિકલ્પક દષ્ટા જ છે.”- આવું જાણવા છતાં મારા ચૈતન્ય ઘરમાં રાગાદિ કેમ ઘૂસી જાય છે? આત્મભાન ભૂલાવવા માટે ઘૂસી ગયેલા રાગાદિમાં હું કેમ ભળી જાઉં છું ? તેમાં લીનતા શા માટે કરું છું ?
હું ચૈતન્ય જ છું. શરીર કે રાગાદિ વિભાવ નહિ.”- એવી મારી પ્રતીતિ દઢપણે સ્થિર કયારે થશે ? “અધ્યાત્મને સળગાવનારી મારકણી મમતા-વિજાતીયવાસના કાયમ રવાના થાય તેવી તાત્ત્વિક આત્મસ્વરૂપજિજ્ઞાસા અને જીવંત ભેદવિજ્ઞાનપરિણતિ કયારે અને કેવી રીતે મળશે ? કયારેક ક્યારેક બુદ્ધિથી ભેદજ્ઞાન થાય છે. પણ અંતરથી, સહજ પરિણતિથી કાયમ તે કેમ થતું નથી ?
પરમાત્મન્ ! મારે રાગાદિથી એકત્વબુદ્ધિ તોડવી છે. ભેદજ્ઞાનને સહજ બનાવવું છે. આંતરિક પુરૂષાર્થની દિશા બદલવી છે. અંતરંગ મોક્ષ પુરૂષાર્થ કરવો જ છે. વિભાવથી છૂટા પડવું જ છે. મારે વિભાવ નથી જ જોઈતો. મારી શુદ્ધ પરિણતિને પ્રગટ કરવી છે. મારે આત્મદર્શન કરવું છે. પણ હજી સુધી તે થયું નથી. કઈ રીતે આત્માને ગ્રહણ કરું? કેવી રીતે શુદ્ધ 1. अप्यात्मायं निजपरविवेकच्युतः कामकोपादीनां कर्ता भवति नितरां शुद्धचिदूषकाणाम् ।।
(ધ્યાત્મિવિન્યુ ર૦) - નિસાસા ૪ વિવેક,મમતાનાશામી | તિસ્તામ્યાં નિJળીયાનામધ્યાત્મવૈરિમ્ | (અધ્યાત્મસાર-દાર૭)
૮૧
૮૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org