________________
ચૈતન્યસ્વરૂપને ઓળખું ? તેમાં લીનતા-સ્થિરતા કયારે થશે ? કઈ રીતે થશે ? અંદ૨માં જ ઠરવા માંગુ છું. છતાં કેમ અંદરમાં ઠરી શકતો નથી? નિમિત્ત મળતાં જ રાગાદિરૂપે હું પરિણમી જાઉં છું, રાગમાં જોડાઉં છું. આમ કેમ થાય છે ?
પૂર્વે અજ્ઞાનદશામાં, જાણે-અજાણે અપાઈ ગયેલા આગ્રહપૂર્ણ આમંત્રણથી રાગ આવવાનો જ હોય તો તે રવાના થવા માટે ભલે આવી જાય. પણ હું તેને શા માટે વળગી પડું છું ? જવા માટે આવેલાને ફરીથી આવવાનું નોતરું શા માટે આપું છું ? એની કશી જ સમજણ પડતી નથી. હજુ સુધી આ બાબતમાં હું અજાણ જ છું. આ રાગની આગથી દાઝવાનું કયારે બંધ થશે ?
હા, એટલું હું આપની કૃપાથી જાણું છું કે રાગાદિ વિભાવ અને વિકલ્પ મારો સ્વભાવ નથી. ભલે તે થાય છે મારા પર્યાયમાં જ. તે કાંઈ જડમાં થતો નથી. જડ પદાર્થ પરાણે રાગાદિ કરાવતું નથી. કર્મના સંયોગે રાગાદિ ઉત્પન્ન થાય છે. મારા પુરૂષાર્થની નબળાઈથી રાગાદિ થાય છે, તેમાં મારું જોડાણ થાય છે, આત્મજાગૃતિની કચાશથી તેમાં ભળવાનું થાય છે. રાગાદિ મારા ઘરનો નથી. સિદ્ધ ભગવંતમાં રાગાદિ નથી જ ને ! રાગ તો નિમિત્તના ઘરનો છે. તેમ છતાં મારી પરિણતિ રાગરૂપે પરિણમી જાય છે તેનો ભારે ખેદ છે. સૈનિકની હાર-જીતનો ઉપચાર- રાજામાં થાય તેમ દ્રવ્ય-ભાવ કર્મ વગેરે નિમિત્તના ઘરમાં થનાર રાગાદિની મોકાણનો મારામાં અવિવેકને કારણે આરોપ કરી બેસું છું, તેમાં ઝંપલાવી બેસું છું. આ વાત મને સતત ડંખે છે.
અવિવેકથી અને મારી જાગૃતિની મંદતાથી પરિણતિમાં આવેલી મલિનતા મારું સ્વરૂપ નથી. હું તેનાથી જુદો જ છું. તો પણ તેમાં હું કેમ ઓતપ્રોત થાઉં છું ? મારે કશું મેળવવું નથી. મારે કશું ય બનવું નથી. કેવળ શુદ્ધ આત્મરૂપે પરિણમવું છે. તો પછી આ બધા મલિન વિચારો કોણ કરાવે છે ? કેમ કરાવે છે ? તે કયાંથી આવે છે ? શા માટે આવે છે ? હું તેમાં લીન અને મગ્ન કેમ થાઉં છું ? કાંઈ સમજાતું નથી. અંદરની રુચિ હોવા છતાં, આત્મસ્વભાવને પ્રગટાવવાની લગની હોવા છતાં અનાદિના यथा योधैः कृतं युद्धं, स्वामिन्येवोपचर्यते ।
શુદ્ધાત્મત્યવિવેન, વર્મ~ોનિતં તથા ।। (જ્ઞાનસાર-૯(૪)
૮૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org