________________
વિભાવ સાથે તાદાભ્યબુદ્ધિ થતાં જરાય વાર નથી લાગતી. સમજવા છતાં અણીના અવસરે ભેદજ્ઞાન ટકતું જ નથી ને! આવું કેમ થતું હશે ?
પ્રભુ ! મારે રાગાદિમાં થતી એકત્વબુદ્ધિથી ખરેખર છૂટવું છે. મારે ચૈતન્યની પરિણતિ પ્રગટ કરવી છે. આત્મરૂપે રહ્યા સિવાય ચેન પડતું નથી. શુદ્ધ ચૈતન્યની પ્રગટ અનુભૂતિ ન કરાવે તેવી પરિણતિ મારે જોઈતી નથી. રાગ વગરની જ ચીજ મારે જોઈએ છે. સહજ જ્ઞાન-દર્શનથી સમૃદ્ધ, કેવળ નિષ્કલંક ચૈતન્યનું જ શાશ્વત અસ્તિત્વ મારે જોઈએ છે. ચોક્કસ જોઈએ જ છે. વિભાવરૂપ કલંકિત અસ્તિત્વ તો મારે નથી જ જોઈતું. અણહક્કનું, છીનું, પારકું, હરામનું તો નથી જ જોઈતું. પારકી ચીજ ભેગી કરીને મનને, આત્માને મલિન કરવાનું કામ નથી જ કરવું. મારે મલિન અવચેતન મનને તો પરવશ નથી જ બનવું. પરંતુ અધૂરા, અશુદ્ધ, ક્ષણભંગુર પરિવર્તનશીલ કેવળ શુભ પર્યાયનું અસ્તિત્વ પણ મારે ન જોઈએ.
હે પરમાત્મન્ ! વિભાવને જુદા માનવા છતાં જુદું જુદારૂપે કામ કેમ કરતું નથી ? રાગાદિથી જુદો છું – એમ નક્કી કરવા છતાં પણ તેનાથી જુદો કેમ રહી નથી શકતો ? જુદાને પ્રતીતિમાં કેમ જુદા રાખી શકતો નથી ? અવાર-નવાર હું શરીરરૂપે-વિભાવરૂપે-વિકલ્પરૂપે થઈ જાઉં છું. પરભાવમાં પરિણમી જાઉં છું. લોખંડનો ગોળો ભઠ્ઠીમાં અગ્નિરૂપે પરિણમે તેમ સ્વભાવભૂત નહિ એવા રાગાદિરૂપે હું પરિણમી જાઉં છું. સ્વભાવની તીવ્ર રુચિ ટકતી નથી. આત્મપુરૂષાર્થ છૂટી જાય છે. આ મારી દુર્દશા છે.
હે નિજસ્વરૂપવિલાસી અવિનાશી ! રાગાદિથી ન્યારા પડવાની રુચિ, વિકલ્પથી જુદા થવાની ભાવના, કર્મોદયથી અલગ થવાથી તમન્ના હોવા છતાં ખરા અવસરે, કટોકટીના પ્રસંગે તેનાથી ન્યારા-અલગ થવાનો પુરૂષાર્થ જાગતો જ નથી. પ્રતિકૂળ સંયોગમાં તેનાથી છૂટા પડવાની ભાવના જામતી નથી. મહોદયની કારમી ક્ષણે તેવી તમન્ના ટકતી નથી. વાસનાનું વમળ, કષાયનું તોફાન વગેરે કટોકટીના પ્રસંગમાં “આ બધા વિભાવો અને વિકલ્પોની વચ્ચે હું કોણ ? - તેની ઓળખાણ થતી જ નથી. .
તારી વાણીથી, તારી કૃપાથી, તારા પ્રત્યેની આસ્થાથી જાણું છું કે હું . आयसरुवं णिच्चं अकलंकं नाणदंसणसमिद्धं ।
णियमणोवादेयं जं सुद्धं सासयं ठाणं ।। (उपदेशरहस्य २००)
૮૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org