________________
શરીર નથી, શરીરમય નથી, વેદનામય નથી, રાગમય નથી, વિકલ્પમય નથી. પરંતુ ચેતન છું. અગ્નિ જેમ ઉષ્ણતાથી ભરેલો છે તેમ હું સ્વયંભૂ સહજ ચેતનાથી ભરપૂર છું. સ્વયં દેખનાર છું. દેખતાને જ દેખું છું. દેખનાર દ્વારા જ દેખું છું. કોઈ વિભાવ કે વિકલ્પનો અંશમાત્ર પણ મારો નથી. તે બધાથી હું જુદો છું. છતાં પણ અંદરમાં તેવો અનુભવ કેમ થતો નથી?
માત્ર આત્મામાં લીન ક્યારે બનીશ? બેસવાનું, ઉઠવાનું, વિશ્રાન્તિનું સ્થાન કેવળ આત્મા કયારે બનશે ? બધુ આત્મમય કયારે બનશે ? મારે જીવનને ચૈતન્યમય બનાવવું છે, ચૈતન્યની ભાવનામય બનાવવું છે. સ્વાનુભૂતિ જ કરવી છે. અંતરમાં જ જવું છે. ભેદજ્ઞાનના જ માર્ગે જવાનું છે. ભલે મને એ માર્ગ પકડાતો નથી. પણ એ જ માર્ગ છે, પાકો છે, ટૂંકો છે, સલામત છે. એટલું તો હૃદયમાં સમજાયું છે.
મારા મનના માણિગર ! હું ચેતન છું તો ચૈતન્યદેવના દર્શન અને કેમ નથી થતા? મારું આતમમંદિર કેવી રીતે ઉઘડશે ? આત્મઘર કયારે ખુલશે? બહારમાં જ કાયમ બધું થયે રાખે છે તો ભેદજ્ઞાનની ધારા કયારે પ્રગટશે ?
મારી જાતને ઓળખવા ભેદજ્ઞાનને પ્રયોગમાં કઈ રીતે લાવું ? જીવનવ્યવહારમાં તેને કઈ રીતે વણી લઉં? તેના વિશે આપ કાંઈક પ્રકાશ પાથરો ને! બાકી તો ભેદજ્ઞાનની સાધનાની વાતો મારી વર્તમાન ભૂમિકામાં કેવળ હવામાં ગોળીબાર કરવા જેવી થશે. “હું જુદો છું, જુદો છું એવા વિચારમાં તો નીરસતા જેવું થઈ જાય છે. આ નીરસતા-વિરસતા દૂર કરવાનો કોઈક ઉત્તમ અને સરળ માર્ગ બતાવો ને !
८४
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org