________________
ભેદજ્ઞાનને જીવનમાં વણવાની કળા
પરમાત્મા > વત્સ ! ભેદજ્ઞાનને કેવળ ઉપલક વાતમાં, કોરા તાર્કિક વિકલ્પમાં અને બૌદ્ધિક વિચારમાં રાખે તો નીરસતા-વિરસતા આવી જ જાય ને! તેને તો જીવનની પ્રત્યેક કાયિક-વાચિક-માનસિક ક્રિયામાં વણીને, પરદ્રવ્ય-પરપરિણામ-વિભાવથી ભિન્નરૂપે આનંદમય શુદ્ધ ચૈતન્યસ્વરૂપ આત્માને પકડવામાં આવે તો જ મીઠાશની અને તૃપ્તિની અનુભૂતિ થાય. તેથી વિચારદશાએ કરી ભેદજ્ઞાનને નિર્ણયાત્મક ભૂમિકાએ પહોંચાડી, દઢ કરી પ્રત્યેક ક્રિયામાં સંવેદનશીલ હૃદયે તેને ઉતારવા પ્રયત્ન કરવો.
જેમ કે ભોજન સમયે “મારે આહાર કરવો છે. હું ખાઉં છું. મને ખાવાનું સારું મળ્યું. આ મીઠાઈ મને અનુકૂળ રહેશે.” એવો ભાવ ન થવો જોઈએ. કારણ કે ખાવું એ આત્માનો ગુણધર્મ નથી. નિશ્ચયથી સિદ્ધ જેવો તું અણાહારી છે. માટે ભોજન વખતે “આ ભોજનના પુગલો શરીરરૂપી સડેલી કોઠીમાં પડી રહેલા છે. દેહરૂપી કાણી ટાંકીમાં પાણી ઉતરી રહેલ છે. હું તો શરીર-ભોજન-પાણી બધાથી જુદો અશરીરી અને અણાહારી આત્મા છું. આકાશ કયારેય કાદવથી લેપાતું નથી તેમ હું કદાપિ તેનાથી લપાતો નથી જ. નિશ્ચયથી હું દેહચેષ્ટાને જાણી રહ્યો છું. કાયચે કરવી એ મારો મૂળભૂત સ્વભાવ નથી. સૂક્ષ્મદષ્ટિએ અતૃપ્ત શરીર ખાય છે, પાણી પીએ છે. માતા બાળકને ખવડાવે તેમ ઉપવાસી એવો હું શરીરને ખવડાવું છું, પીવડાવું છું. દેહનિર્વાહ ક્રિયામાં મારી ચેતનાને હું જોડી રહ્યો છું. શરીર પ્રયોજ્ય કર્તા છે. હું પ્રેરક કર્તા છું. એક તો શત્રુને પીરસવાનું. તેમાં વળી તેને અનુકૂળ વાનગી પીરસવાની. વળી તે માંગે તેટલું પીરસવાનું અને વારંવાર રોજેરોજ સમયસર પીરસવાનું! દગાબાજ શત્રુ એવા આ દેહને રોજ મનગમતું પીરસવા જવાનું કાયમી ઉપવાસી એવા મને આકરું લાગે છે. પ્રપંચી શત્રુના ભોજન સમારંભમાં-મિજબાનીમાં મારે કયાં પીરસવા માટે હાજરી આપવાની આવી ? શરીર ખાય કે ન ખાય. એમાં મારે શું લાગે વળગે ? આ ગંધાતા અપવિત્ર હાડકાના માળામાં પડી રહેલા એકેન્દ્રિય જીવના કલેવરો ગરમ હોય કે ઠંડા, સ્વાદિષ્ટ હોય કે બેસ્વાદ..તેમાં મારે શું
નિયતે અનન્યો, ન નિર્વે પુલ્તરમ્ | જિત્રવ્યોમામ્બનેનૈવ, ધ્યાયન્નિતિ ને નિગતે (જ્ઞાનમાર ૨/૩,અધ્યાત્મોનિષ-રીરૂ૭)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org