________________
>હરખ કે શોક કરવાનો ? મારા અનંતા ભવોના મા-બાપના કલેવરો ગંદી કોઠીમાં-પેટમાં પધરાવવામાં શાનું હરખાઈ જવાનું ? કર્મવશ મારી ચેતના આ તુચ્છ દેહચેષ્ટામાં જોડાઈ રહી છે. આ ઉપાધિમાં મારી ચેતના ફરીથી ન જોડાય તો સારું. આ ઉપાધિ ઝડપથી છૂટે તો સારું. મારે તો મારી ચેતનાને નિજ આતમઘરમાં જોડવી છે. આ શરીરરૂપી વિશ્વાસઘાતી ગધેડું ઘણી વા૨ વધારે ખાઈ જાય છે. ભોજનના પુદ્ગલોથી કેવળ દેહપુદ્ગલો જ તગડા થાય છે, હું નહિ. શરીરની તૃપ્તિમાં મારે તૃપ્ત થવાની ભ્રમણા શું રાખવાની? મારે એના પોષણમાં ક્યાં સુધી જોડાવાનું? જેમ આપેલા પ્રોગ્રામ મુજબ, વીજળીના સહારે કોમ્પ્યુટર કામ કરે છે તેમ અનાદિકાલીન આહારસંજ્ઞા વગેરે મુજબ મારી ચેતનાના સહારે જડ શરીર ખાવા-પીવાની ક્રિયા કરી રહેલ છે. હું તો દેહક્રિયાનો નિર્લેપ સાક્ષીમાત્ર છું. આ ક્રિયામાં મારા આત્માને શું પુષ્ટિ, શક્તિ કે તૃપ્તિ મળે? મને તો રત્નત્રયના નિર્મળ પર્યાયોથી પુષ્ટિ મળે. शुद्ध ચેતનાનો ખોરાક મને કયારે, કેવી રીતે મળશે?' આ રીતે ભોજન-પાણી સમયે ભાવનાત્મક સ્તરે વૈરાગ્યમયરૂપે ભેદજ્ઞાનને વણી લેવામાં આવે તો જ તેનું સ્થાયી પરિણામ પ્રાપ્ત થાય. આવા ભેદજ્ઞાનના પરિશીલનપૂર્વક સાધુ ગોચરી વાપરતા હોવાથી સાધુની ગોચરી માંડલી- શોકસભા જેવી હોય. જંગલમાં સંયોગવશ પોતાના મરેલા *પુત્રના માંસને અસહ્ય ભૂખની લાચારીથી ખાતા બાપ જેવી મનઃસ્થિતિ ભોજન-પાણી આરોગવાના સમયે સાધકની હોય.
ચાલતી વખતે ‘હું તો શાંત અને સ્થિર આત્મા છું. સ્મશાનની રાખનો આ ઢગલો આમથી તેમ ચાલી રહેલ છે. ચાલવું એ મારો સ્વભાવ નથી. દેહધર્મ બજાવવા એ તો દેહનું કાર્ય છે. પરમાર્થથી હું તો તેનો માત્ર અસંગ સાક્ષી છું. છતાં કર્મવશ આ ક્રિયામાં મારી ચેતના જોડાઈ રહી છે. શરીર ચાલે છે અને આ ક્ષણભંગુર શરીરને હું, ડ્રાઈવર ગાડીને ચલાવે તેમ, વ્યવહારથી ચલાવી રહ્યો છું. નિષ્ક્રિય એવો હું તો પરમાર્થથી મારા સ્વરૂપમાં સ્થિર છું. આ શરીરને આમથી તેમ ચલાવવા માટે મન સળવળાટ કરે છે. શરીરને ચલાવવાની ક્રિયામાં મારી ચેતનાને જોડવા માટે મન પ્રયાસ કરે છે. મનના पंडिओ नो हरिसे नो कुप्पे (आचारांग - १/२/३) पुद्गलैः पुद्गलास्तृप्तिं, यान्त्यात्मा पुनरात्मना । परतृप्तिसमारोपो, ज्ञानिनस्तन्न युज्यते ॥ ( ज्ञानसार दृश्यतां आवश्यकनिर्युक्तिः ८७१ चूर्णि - पृ. २४७) *. સમ્યવહરેવાહાર પુત્રવત્તવચ્ચે । (પ્રશમતિ-૧૩૬)
F
Jain Education International
For Private & Personal Use Only
૩૦|;)
www.jainelibrary.org