________________
આ પ્રયાસને પરમાર્થથી હું કેવળ જાણું છું. આ ગધેડાને ચલાવવામાં મારી પાવન ચેાનાને જોડવી એ મારું કામ નથી. એમાં મને પરમાર્થથી કોઈ લાભ નથી. અશુદ્ધ નિશ્ચય નયની દૃષ્ટિએ કર્મોદય મારી ચેતનાને આ ક્રિયામાં પરાણે જોડી રહ્યો છે. વર્તમાનમાં *કર્માધીન ચેતના આપમેળે જ ઉદયમાં આવતા કર્મના ફળમાં અનિચ્છાએ જોડાઈ રહી છે. હું અને કર્મ-ફળસ્વરૂપ શરીર સાથે રહેલા છીએ. પણ તેમાં મારે શું લેવા-દેવા ? શરીરચેષ્ટાને અને શરીરને ચલાવવામાં અનિચ્છાએ જોડાઈ રહેલી મારી ચેતનાને હું તો કેવળ *જાણી રહ્યો છું, જોઈ રહ્યો છું. કશું ય કરી નથી રહ્યો. જેમ પેટ્રોલના માધ્યમથી મોટ૨ દોડે. જેમ વીજળીના સહારે ઈલેકટ્રીક ટ્રેન ચાલે-દોડે. તેમ મારી ચેતનાના સહારે અનાદિ સંસ્કારવશ આ ગંધાતી ગટર આમથી તેમ ચાલે છે, દોડે છે. આ હરતી-ફરતી જેલને ચલાવવાનું, આમથી તેમ ફેરવવાનું કામ વહેલું પતે તો સારું. ક્યારે આવા કામમાંથી છૂટો થઈશ ? ક્યારે કર્મનું દેવું પૂરું થશે? આવા પારકા તુચ્છ કામમાંથી કાયમી નિવૃત્તિ મળે તો મારી પરિણતિને-દૃષ્ટિને-ઉપયોગને નિર્મળ કરવાનું સૌથી વધુ અગત્યનું અંગત કામ ચાલુ થાય’ – આવા ઝળહળતા આંતર વૈરાગ્યથી રંગાયેલ ભેદજ્ઞાનનો અભ્યાસ પારમાર્થિક સમ્યગ્દર્શન સુધી આત્માને પહોંચાડવા સમર્થ બને.
ટૂંકમાં, ભોજન-પાણી-નિદ્રા-હલન-ચલન કરતી વખતે તેમાં મમત્વબુદ્ધિતાદામ્યબુદ્ધિ વર્તે તો તેનાથી બચવા તેનું ક્ષણભંગુરપણું, તુચ્છપણું, અનાથપણું, અનાત્મપણું, અસારપણું અંતરમાં સતત, સહજ અને સ્વતઃ ભાસે તેવી ભેદજ્ઞાનની જીવંત પરિણતિ કેળવવી. દેહ, ઈન્દ્રિય કે તેના વિષયોને સ્વપણે કે મારાપણે ન માનવા. શરીર વગેરે જે કાંઈ ભોગવે તેમાં ‘મેં ભોગવ્યું’ એમ ન માનવું. દેહાદિએ ભોગવેલું ભૂલી જવું. પૂર્વકાલીન અબ્રહ્મસેવનની કદિ સ્મૃતિ પણ ન કરવી. ભોજનાદિ અવસરે કર્મોદયથી આવી પડેલા અનિવાર્ય વિષયો દેહાદિ દ્વારા ભોગવાય, તેમાં કર્માધીન ચેતનાને જોડવી પડે તો પણ ત્યારે ધન્ય છે કર્મમુક્ત સિદ્ધ ભગવંતને, આ વિષયના *. સ્વત વ સમાયન્તિ, ર્માન્યારવ્યશતિઃ ।
एक क्षेत्रावगाहेन, ज्ञानी तत्र न दोषभाक् ॥ ( अध्यात्मोपनिषत् નારૂં પુછ્યા માવાનાં, ર્તા યિતાઽપિન । नानुमन्ताऽपि चेत्यात्मज्ञानवान् लिप्यते कथम् ॥ (ज्ञानसार कर्म-नैष्कर्म्यवैषम्यमुदासीनो विभावयन् ।
ज्ञानी न लिप्यते भोगैः पद्मपत्रमिवाम्भसा || (अध्यात्मसार
Jain Education International
For Private & Personal Use Only
-
રસરૂર)
શર)
+શરૂ)
૮૭
www.jainelibrary.org