________________
ભોગવટાથી કાયમ નિવૃત્ત થઈ ગયા. મૂળ સ્વભાવે હું તેમના જેવો જ હોવા છતાં વર્તમાનમાં કર્મને પરાધીન એવી મારી ચેતનાને ઈન્દ્રિયના વિષયોમાં મારે જોડવી પડે છે. આમાં મારે ખોટી થવું પડે છે. રાખના પડીકા જેવા આ શરીર, ઈન્દ્રિયવિષયો વગેરેમાં કાંઈ માલ નથી. કયારે આમાંથી કાયમી છુટકારો થશે?’- આમ ઉદાસીનભાવે તેમાંથી પસાર થઈ જવું.
આમ કર્મજન્ય ભાવોમાં જલકમલવત્ નિર્લેપ રહીશ તો ઈન્દ્રિયવિષયો તને બાંધી નહિ શકે. તે માટે ‘મૂળભૂત સ્વભાવે હું તો આ બધાથી જુદો શુદ્ધાત્મા છું એવો બધેથી વિરક્ત અમૃતમય ઉપયોગ જાગૃત રાખવો. તેનાથી કર્મના કચરા સાફ થઈ જશે. દેહાદિ દ્વારા થતી જે જે ક્રિયામાં ચેતનાને કર્મવશ થઈ જોડવી પડે ત્યારે ‘હું તો આત્મા છું. મારે આત્મારૂપે રહેવું છે. શરીરરૂપે રહેવું નથી. ઈન્દ્રિયરૂપે જીવવું નથી. મનરૂપે પરિણમવું નથી. કર્મસત્તાનું રમકડું બનવું નથી. આત્મભાન ભૂલીને, ચૈતન્યસ્વભાવ વિસરીને
આ બધા નાટકના જુદા-જુદા રોલ ભજવવાના કયારે બંધ થશે? હું કયારે એકમેવ આત્મારૂપે પરણમી જઈશ ?’- આ રીતે ભીંજાતા હ્રદયથી ભેદજ્ઞાનને પ્રત્યેક ક્રિયામાં વણી લેવું. તો નીરસતા નહિ આવે.
તે જ રીતે શયન ક્રિયા પૂર્વે ‘આ શરીર ખાય છે, પીએ છે, દોડે છે, થાકે છે ને સૂઈ જાય છે. ઊંઘ એ શરીરની આવશ્યકતા છે, મારી નહિ. આત્મા કદિ ઊંઘતો નથી. આત્મા તો સદા જાગૃત છે, જ્ઞાનદર્શનસ્વરૂપ ઉપયોગમાં આત્મા તો જાગી રહ્યો છે. નિદ્રા મારા સ્વભાવમાં જ નથી. તો મારે શા માટે શરીરની સાથે સૂઈ જવું ? *હું તો જાગતો જ રહું. આ જડ શરીર સૂવા માટે પ્રવૃત્તિ કરે છે. સ્નેહવશ માતા બાળકને સૂવડાવે તેમ કર્મવશ થઈને હું શ૨ી૨ને સૂવડાવું છું. શરીરને સૂવડાવીશ નહિ તો તે બળવો ક૨શે. તેથી લાચારપણે મારી રાણીતુલ્ય ચેતના ધર્મસાધનભૂત કાયાદાસીને સૂવાડી રહી છે. પોતાની સેવાથી ખુશ થયેલી અદ્વિતીય અખંડ સૌભાગ્યવંતી રાજરાણી પાસેથી ‘મને હવા વીંઝીને, ગીત સંભળાવવા દ્વારા તમે રોજ સૂવાડજો’ એવું વચન મેળવનાર વિધવા દાસીને વચનબદ્ધ થયેલી રાણી રોજ ઉદાસીનપણે સૂવડાવે તેવી કફોડી હાલતમાં
*.
૮૮
'शुद्धं ब्रह्मेति संज्ञानसुधाकुण्डसमाप्लुताः ।
धौतकर्ममला: सन्तो निवृति परमां श्रिताः ।। ( अध्यात्मबिन्दु २ / २४)
નારદ ારા વિધ્વં । (નિશીયમાષ્ય કરે૦૩/‰..મા. ૩૨૮૩)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org