________________
ભ્રમણા ભાંગે અને એના પ્રત્યે રાગાદિની ગાંઠ કપાઈ જાય. ગ્રંથિભેદ થાય. પરંતુ શુદ્ધ આત્મસ્વરૂપ પ્રગટાવવાની તીવ્ર તાલાવેલી, અંદરની લગની અને આંતરિક કોઠાસુઝથી જ સર્વત્ર આ પ્રયત્ન થાય, બાકી નહિ.
વત્સ ! ફોતરું નીકળે એટલે ડાંગર ચોખા સ્વરૂપે બને અને અગ્નિના તાપથી ભાતરૂપે પરિણમે તો પાક્યો-તૈયાર થયો કહેવાય. તેમ “દેહઈન્દ્રિયાદિ સુખસાધન છે” એવી પરિણતિસ્વરૂપ બહિરાત્મદશાનું ફોતરું નીકળે તો બહિર્મુખી જીવ અંતર્મુખી બને અને “રાગાદિ વિભાવ અને શબ્દાદિ વિકલ્પો મારું સ્વરૂપ નથી' એમ ભેદજ્ઞાનના તાપથી આત્મા આત્મરૂપે પરિણમે તો આત્મા પરિપક્વ-તૈયાર થયો કહેવાય. દષ્ટિ ફરે તો આત્મારૂપે પરિણાય.
હજુ જ્યાં સુધી દેહરૂપે, ઈન્દ્રિયરૂપે, રાગાદિરૂપે પરિણમી જાય છે તે તારી કચાશ છે. અને “આ બધું ઉદયાધીન છે, ક્ષણિક છે, વિભાવ છે, મારું સ્વરૂપ નથી.” એમ બોલ્યા કરે પણ અંતરમાંથી ભેદજ્ઞાન ન કરે તો રાગરૂપ આત્મપરિણતિ મટે નહિ અને આત્મરૂપે આત્મપરિણતિ થાય નહિ. પર્યાયમાં તું રાગથી હટતો જાય, પર્યાયમાં રાગ ઘટતો જાય તો ભેદજ્ઞાન સાચું. આત્મા આત્મારૂપે, શુદ્ધોપયોગરૂપે, અસંગસાક્ષીરૂપે પરિણમી જાય તો આત્મજ્ઞાન પારમાર્થિક સમજવું. પરંતુ સૌપ્રથમ
ભેદજ્ઞાન સાથે આત્મભાન એ જ તાત્ત્વિક ધર્મ છે.'- એમ અંતરમાંથી વિશ્વાસ આવવો જોઈએ.
જેમ વર્તુળનો કોઈ Ending Point નથી. તેમ રાગાદિ વિભાવ પરિણામોનો કોઈ અંત નથી. સવારથી સાંજ સુધી ઘાંચીનો બળદ જેમ ગોળ-ગોળ ફ જ રાખે છે તેમ અનાદિકાળથી રાગ, દ્વેષ, મોહ વગેરે વિભાવ પરિણામોમાં જીવ ભટકે જ રાખે છે. પરંતુ જેમ ઘાંચીનો બળદ
જ્યાં ઊભે ત્યાં તેનો Ending Point આવે તેમ જીવ ભેદજ્ઞાનના સહારે ધીરો થઈને ઊભો રહે એટલે રાગાદિની દોડધામનો અંત આવી જાય. આ દષ્ટિએ જોવામાં આવે તો મુક્તિ બહુ જ સરળ છે.
પણ કેવળ હોઠથી “હું શરીર-રાગ-વિકલ્પ વગેરેથી ભિન્ન છું.”- એમ બોલવા છતાં પરિણતિ તીવ્ર રાગાદિમય હોય, રાગાદિ સાથે એકતા કરવા ઢળી રહી હોય તો આત્મલક્ષ વિના “જુદો છું એમ બોલવું એ આભાસમાત્ર છે. રાગાદિ થવા છતાં આત્મલક્ષપૂર્વક વિભાવથી જુદો છું.” એમ બોલે
91 www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only