________________
પુરપાટ દોડે – અધ્યાત્મગગનમાં ઉડ્ડયન શરૂ થાય સ્વભૂમિકાયોગ્ય ધર્મક્રિયાને ફગાવનાર તો જ્ઞાની હોય તોય ફેંકાઈ જ જાય છે. પ્રગટેલા દીવાને પણ તેલની અપેક્ષા રહે જ છે ને !
આત્મા વગર ચેન ના પડે.” એમ અંતરથી ભાસવું જોઈએ. તો આગળ વધાય. “એક એક ક્ષણ ખોવી તે આખો ભવ ખોવા જેવું છે.'- એમ હૃદયથી લાગશે તો વિકલ્પાધ્યાસ ઘટી જશે, રાગાધ્યાસ મટી જશે. વિભાવમયવિકલ્પમય બનીને હવે આત્મઘાતી-આપઘાતી નથી જ થવું'- આવો સંકલ્પ કરજે. વાસ્તવમાં આનંદમય-જ્ઞાનમય આત્માને ઓળખે તો વિભાવથીવિકલ્પથી વૈરાગ્ય થઈ જ જાય. આ જ જ્ઞાનગર્ભિત વૈરાગ્ય છે. | ભવપરિણતિની-વિભાવપરિણતિની લગન-લગની-લાગણી છૂટે. તેની સાથે લગ્ન ન કરે, તેને ભોગવે નહિ તો જ બ્રહ્મચર્ય વિશુદ્ધપણે પાળી શકાય. તમામ પરદ્રવ્ય અને વિભાવદશા ઉપરથી તારો અધિકાર-સ્વામિત્વબુદ્ધિ ઉઠાવી લેવી એ જ તો પારમાર્થિક બ્રહ્મચર્ય પાળવાનો અમોઘ ઉપાય છે. તમામ વિભાવપરિણતિથી ભેદજ્ઞાન કરી, જુદા પડી કેવલ આત્મભાવે આત્મામાં રમણતા કરવી એ જ તો પારમાર્થિક બ્રહ્મચર્ય છે.
શુદ્ધ ચેતનતત્ત્વ ઉપર રુચિપૂર્ણ દૃષ્ટિ કરાવે તેવી ભેદજ્ઞાનગર્ભિત આંતરિક સમજ દ્વારા વિભાવોથી જે અંતરમાંથી ન્યારો થાય, જુદો થાય, તેનો ઉપયોગ બહાર ગયો હોય તો પણ તે ઝડપથી અંદરમાં, આત્મામાં પાછો આવ્યા વિના રહેતો નથી. સ્વરૂપમાં લીન થયા વિના રહેતો નથી. કારણ કે ઉપયોગને કાંઈ બહારમાં પોતાનું સર્વસ્વ નથી જ. જેને ખરેખર બહારનું કશું ય મેળવવું નથી, બહારમાં કયાંય પ્રીતિ છે જ નહિ, કર્મજન્ય કોઈ પણ પરિસ્થિતિમાં જેને રસ રહ્યો નથી, તેના ઉપયોગને બીજે ક્યાંય રહેવાનું સ્થાન મળતું જ નથી. કર્મકૃત તમામ પ્રકારની વિકૃતિથી રહિત એવા “શુદ્ધ આત્મા સિવાય બીજું સ્થાન એના ઉપયોગને ગોઠતું નથી, ગમતું નથી, જચતું નથી. પરાણે પ્રીતિ થોડી થાય? રુચિ હોય તો જ
A નુણૂકનાં થિ માને, જ્ઞાનપૂડણવેત્તે |
રીપ: કાશીપિ, સૈન્નપૂર્યાદિ યથા | (મધ્યાત્મોનિત રૂ૪). .. प्रकृतिगुणविरक्तः शुद्धदृष्टिर्न भोक्ता तदितर इह भोक्ता तत्स्वरूपानुरक्तः ।
तदिह भवति भेदाभ्यासशाली जयोति प्रकृतिगुणविकारानङ्कितं स्वं भजध्वम् ॥ (૩yધ્યાત્મવત્ ૨/૩૨)
૬૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org