________________
-દહ-ગેહ-નેહથી, વિભાવથી, શુભાશુભ વિકલ્પથી જુદા પડવાની રુચિ હોય તો તેનાથી મારો જ્ઞાતા સ્વભાવ ભિન્ન છે. પ્રત્યેક આત્મા સ્વતંત્ર છે, જુદા છે. તમામ પુદ્ગલો સ્વતંત્ર છે, આત્માથી જુદા છે. પરસ્પર સંયોગાત્મક આ બધું જે દેખાય છે તે તો માયાજાળ છે, કાલ્પનિક છે, સ્વપતુલ્ય છે” –એમ જુદા પડવાનો, અલગ થવાનો પ્રયત્ન કરવો. ભેદજ્ઞાનનો પુરુષાર્થ ઉપાડવો. વિભાવના નિમિત્તો, વિભાવની પસંદગીના ધારાધોરણો, પુણ્યોદયનું ખેંચાણ, પૌલિક પસંદગીની ગડમથલ, રાગાદિની સામગ્રી, રાગના ઉદયમાં આનંદની અનુભૂતિ, રાગાદિ સાથે એકત્વબુદ્ધિ-સ્વામિત્વબુદ્ધિ, રાગાદિપરિણતિમાં કર્તુત્વબુદ્ધિ, રાગાદિદશામાં અજાગરુકતા... આ બધાથી નિરંતર ભેદજ્ઞાનના સહારે જુદા થવાનો સક્રિય પ્રયાસ કરવો.
તારી અંતરંગ પરિણતિ, મનોવૃત્તિ રાગાદિ સાથે એકત્વબુદ્ધિ કરવા ઢળી રહી છે તે તારી પોતાની જાગૃતિની કચાશ છે. પરની સાથે એકત્વબુદ્ધિ થાય ત્યારે પણ અંતરમાં “હું તો જુદો છું, શુદ્ધાત્મા છું' એમ ભાવજે. હું ક્ષણભંગુર વિભાવથી ને વિકલ્પથી જુદો છું.”—એવી પ્રતીતિસ્વરૂપ ભેદજ્ઞાન કરીને વિભાવની તાદાભ્યબુદ્ધિ, કર્તુત્વબુદ્ધિ છોડવાની છે. કર્મોદયના ધક્કાથી કે પ્રમાદથી જ્યારે જ્યારે અંતરમાં રાગાદિ વિભાવપરિણતિ કે વિકલ્પો ઊભા થાય ત્યારે ત્યારે “આ મારા નથી. હું એનો નથી. આ મારું સ્વરૂપ નથી. આ મને લાભકર્તા કે હિતકર્તા નથી. એ તો તુચ્છ અને ક્ષણિક છે. હું તો એનાથી જુદો છું. છતાં જુદો કેમ થઈ શકતો નથી?” એમ અંતરમાં ડંખ-રંજ-અફસોસ-ખેદ-ખટક રહ્યા કરે તો તેમાં એકત્વબુદ્ધિનો, કર્તુત્વબુદ્ધિનો, સ્વામિત્વબુદ્ધિનો રસ તૂટી જાય છે.
પરંતુ આ બધું ઉપલક રીતે નહિ પણ અંતરના ઊંડાણથી પ્રામાણિકપણે નિરંતર થવું જોઈએ. આવા ભેદજ્ઞાનના અભ્યાસની સાથે સાથે શક્તિ છૂપાવ્યા વિના, પોતાની વર્તમાન ભૂમિકાને યોગ્ય વિરતિ, વિરક્તિ, ભગવદ્ભક્તિ, શરણાગતિ, શાસ્ત્રવચનમૃતિ, આશયશુદ્ધિ બધું જ જોઈએ. રથ બે પૈડાથી ચાલે, પંખી બે પાંખથી ઉડે. તેમ તાત્વિક ભેદજ્ઞાનગર્ભિત આત્મજ્ઞાન અને શુદ્ધ ક્રિયા - આ બન્નેના માધ્યમથી જ ધર્મસ્થ મોક્ષમાર્ગે A મિત્ર પ્રત્યેત્મિનો, વિભિન્ન પુરાના મા !
શૂન્ય: સંસ ફ્લેવું, પશ્યતિ સ પશ્યતિ | (અધ્યાત્મિસર - દાર?) .. ज्ञानं शुद्ध क्रिया शुद्धत्यंशौ द्वाविह सङ्गतौ । - વ મહારથચેવ,વવિધ પત્રિ: | (ધ્યાત્મર રા૨૨)
૬૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org