________________
વિકલ્પ પાછળ પોતાની અંતરની લગની, તાલાવેલી, તમન્ના, આત્મતલસાટ, આત્મરુચિ, આત્મભાવના, આત્મજાગૃતિ, શુદ્ધ ચૈતન્ય તરફ મક્કમપણે દોડતી-ઉછળતી-કૂદતી પોતાની પરિણતિ લાભ આપે છે. અંતરમાંથી ફુરેલી, ચૈતન્યમાંથી પ્રગટેલી, શુદ્ધ ચૈતન્યથી પરિણમેલી પ્રામાણિક ભાવના કદાપિ નિષ્ફળ જતી નથી.
પરંતુ નિર્ણયાત્મક ભેદજ્ઞાન પછી પણ જો અંતરમાં આત્મા પ્રત્યેની રુચિ મંદ પડે, પુરુષાર્થ ધીમો પડે તો ભેદજ્ઞાનની નિર્ણયાત્મકતામાં પણ ફેર પડી જાય. સંવેદનાત્મક ભેદજ્ઞાન પછી પણ કર્મોદયના ધક્કાથી ઊભા થતા રાગાદિમાં કે સંકલ્પ-વિકલ્પમાં જો રસ-એકરસતા-એકરૂપતા-એકાકારતા આવી જાય તો પણ આત્મા પાછો પડે છે. માટે બીજું બધું છોડીને સર્વત્ર મારે તો કેવળ મારું શુદ્ધ આત્મસ્વરૂપ જ પ્રગટાવવું છે. ભૂલાયેલો એક આત્મા જ સંભાળવો છે, આત્મામાં જ રહેવું છે – આવી પ્રબળ જિજ્ઞાસા, તીવ્ર તલસાટ, જોરદાર રસ, ઉત્કટ તમન્ના અને હાર્દિક ભાવનાના ઊંડા સંસ્કાર પાડી, મુમુક્ષુદશા* અને મુનિદશાને ઉન્નત બનાવી, કર્મજન્ય અનિર્વાય રાગાદિ પરિણામોમાંથી અને સંકલ્પ-વિકલ્પમાંથી પસાર થવું પડે તો પણ તેમાં લેશ પણ સ્વામિત્વબુદ્ધિ, તાદાભ્યબુદ્ધિ, અધિકારવૃત્તિ, લીનતા ન આવે; આકર્ષણ-ખેંચાણ ન જાગે, એકત્વબુદ્ધિ મંદ પડે તેવી આત્મદશાનું નિર્માણ થાય તો નિર્વિકલ્પ આત્મસાક્ષાત્કારના અનુપમ અને અંતરંગ માર્ગે આગળ વધાય.
વત્સ ! જિનાજ્ઞા અને જિનદશા જાણ્યા પછી પણ જો તારી અંતરંગ વૃત્તિ વિભાવથી વિરામ પામતી નથી તો સમજી રાખ કે તારી પરિણતિમાં રાગ વગેરેથી હજુ તાદામ્ય છે, એકરૂપતા છે. તેને દૂર કરવા રાગાદિથી અને વિકલ્પથી સંવેદનાત્મક ભેદજ્ઞાનનો ઊંડો અભ્યાસ કર્યા વિના છુટકો જ નથી. તેના વિના નિર્વિકલ્પદશા પ્રગટે નહિ. વિભાવ અને વિકલ્પનું જોર વધે ત્યારે તેની સામે પોતાનું જોર વધારવું. સૂક્ષ્મ શાસ્ત્રપ્રજ્ઞા દ્વારા, બળવાન ભેદજ્ઞાન દ્વારા વિભાવથી સ્વભાવને જુદો પાડી આત્માને પકડવો. તેમાં થાકવું નહિ. એની પાછળ પડવું.
મુમુક્ષુના સર્વ પરિત્યજ્ય સ્વાત્મનિરેન ભવિતવ્યમ્ ! (યોદ્દેશવૃત્તિ-બા.૪) .. यदा मरुन्नरेन्द्रश्रीस्त्वया नाथोपभुज्यते ।
यत्र तत्र रतिर्नाम, विरक्तत्वं तदापि ते ॥ (वीतरागस्तोत्र-१२/३, अध्यात्मसार-५।१३)
૬૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org