________________
રોકાઈશ, ખોટી થઈશ, અટવાઈશ, રાગના વેદનમાં લીન થઈશ તો રાગ વધશે. માટે અનાદિ કાળથી જેના સેવન દ્વારા અશુદ્ધિ ઊભી થયેલી છે તેવા પણ *રાગના કોલાહલને હટાવવાના બદલે તેનું ભેદજ્ઞાન કરવામાં મસ્ત રહીશ, તેને મૃગજળની જેમ જાણતો રહીશ તો રાગાદિનું વેદન થવા છતાં આપમેળે એ કોલાહલ શમી જશે. પછી મૃગજળ જેવા ભોગસુખો પણ નડતરરૂપ થઈ ન શકે. આ રીતે ઉદાસીન ભાવમાં ઠરીશ તો જ આત્મતત્ત્વ સ્વયં પ્રગટ થશે. આ પ્રકારે સહજતઃ સાનુબંધ આત્મશુદ્ધિ થતી જશે. બંધનના નિમિત્તભૂત રાગાદિ પણ સ્વનિર્જરા દ્વારા મુક્તિદ્વારે પહોંચાડશે.
માટે જે કોઈ રાગાદિ પરિણામો કે વિકલ્પો ઊભા થાય તેનાથી ભેદજ્ઞાનનો જ નિરંતર પુરુષાર્થ કરવાનો છે. પોતાનાથી ભિન્નરૂપે, તુચ્છપણે, અનિત્યસ્વરૂપે, અનાથ તરીકે તેને જોવાના. સ્વપુરુષાર્થની મંદતા વગેરેથી રાગાદિ વિભાવ અને વિકલ્પો ઊભા થાય છે. “વિકલ્પ ઊભા થવા છતાં હું તેનાથી જુદો શુદ્ધાત્મા છું – એમ અંદરથી ભીંજાતા હૃદયે નિઃશંકપણે અને સહજપણે યથાર્થ બોધ થવો જોઈએ. “આત્મા રાગાદિથી જુદો છે.'આ શાસ્ત્રવચન તો READY MADE માલ છે. એનાથી કામ ન ચાલે. અહીં તો HAND-MADE નું કામ છે. તેને પોતાને તમામ અવસ્થામાં, પ્રતિકૂળતામાંઅનુકૂળતામાં “હું બીજું કાંઈ છે જ નહિ. કેવળ આ કર્મના તોફાનનો અસંગ સાક્ષીમાત્ર આત્મા જ છું.'- એમ અંદરમાંથી સૂર ઉઠવો જોઈએ. ભીંજાતા હૃદય આત્મતત્ત્વગ્રહણની, સ્વાનુભૂતિની અંદરથી તાલાવેલી કોઈ જુદી જ રીતે ઉપઠ્ઠી જોઈએ.
આમ ભેદજ્ઞાન રુચિમાં, કાર્યમાં, પરિણતિમાં, અંતરવૃત્તિમાં આવવું જોઈએ. ‘હું વિભાવથી જુદો છું, ન્યારો છું- એમ કેવળ કોરી શુષ્ક ઉપલક વિચાર-શૃંખલાથી કે શાબ્દિક ભાવનાના વિકલ્પથી કાંઈ બંધન છુટતું નથી. લૌકિક બોલની જેમ સામાન્ય ભાવે રટવાથી કે બોલવાથી આત્માનું ઠેકાણું ન પડે. પણ અલૌકિક દૃષ્ટિએ આત્મા ઉપર પ્રેમ લાવીને ઊભા થતા તેવા 2. ચન્નપેવ્યને, ચરચાશુદ્ધિઃ વન |
તેનૈવ તસ્ય શુદ્ધિ ચાતુ, વતિ દે શ્રુતિઃ | (મધ્યાત્મિસાર - રરૂ) *. भोगान् स्वरूपतः पश्यंस्तथा मायोदकोपमान् । भुजानोऽपि ह्यसङ्गः सन्,
प्रयात्येव परं पदम् ॥(योगदृष्टिसमुच्चय-१६६,अध्यात्मसार-५।१७) ૪. ડૌવાસીચરસ્ય પ્રછાશતે તસ્વયં તત્ત્વમ્ | (ચોરાશાસ્ત્ર - ૨૨/ર8)
၄၄
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org