________________
પારમાર્થિક આત્મજ્ઞાનીને ચોક્કસ પ્રકારની પ્રવૃત્તિ કરવા માટે શાસ્ત્રીય વિધિ-નિષેધની પણ અપેક્ષા રહેતી નથી. તેવી મર્યાદા તેમને બાંધી શકતી નથી. કારણ કે “અજ્ઞ વ્યક્તિ માટે રાગાદિજનક ગણાતું આચરણ પણ
જ્યારે આત્મસ્થ ભાવે કરાય છે ત્યારે તે જ આચરણ આત્મજ્ઞાની માટે રાગાદિને પકવવા દ્વારા રાગાદિને ઉખેડવાનું જ સાધન બની જાય છે. કેવળ કર્મોદયથી આવી પડેલા, અનિવાર્ય અને આવશ્યક એવા ઈન્દ્રિય વિષયોને અત્યંત ઉદાસીન અને અલિપ્ત મનથી ભોગવીને યોગ્ય સમયે તેને ઘાસની જેમ, આંખમાં પડેલ રેતીના કણની જેમ ફગાવીને પોતાના શુદ્ધ ચૈતન્ય-સ્વરૂપને વળગી, શાંત અને સ્થિર આત્મસ્વભાવમાં ઠરી જવું એ જ નિર્જરાનો, આત્મશુદ્ધિનો, ઈન્દ્રિયને શાંત કરવાનો અને મનને એકાગ્રનિયન્દ્રિત કરવાનો મૂળભૂત માર્ગ છે. પરંતુ આમાં અનાસક્ત આત્મદશા, તીવ્ર મુમુક્ષુતા અને પ્રબળતમ આત્મજાગૃતિ ખૂબ જ અગત્યની છે.
પરમાર્થદષ્ટિએ બંધ અને આશ્રવથી ભેદજ્ઞાનનો અભ્યાસ કરવા દ્વારા તાત્કાલિક રાગ, દ્વેષ અને રાગાદિજન્ય પ્રવૃત્તિ ક્ષીણ થાય છે, કર્તૃત્વભોસ્તૃત્વભાવ રવાના થાય છે. ભેદજ્ઞાનના અભ્યાસ વિના રાગ મંદ કરે, દબાવે તો જીવ અશુભમાંથી શુભમાં આવે છે. પણ રાગથી છુટો પડતો નથી. અંદરમાં રાગાદિથી છુટો પડતો નથી ત્યાં સુધી સાચો આનંદ આવતો નથી. તથા રાગને દબાવવાનો, હટાવવાનો પ્રયાસ પણ વ્યર્થ છે. કેમ કે રાગ પણ તેટલા સમય પૂરતો તો સત્ - વાસ્તવિક જ છે. તેથી તેને ખસેડવા જઈશ તો ત્યારે તું જ સ્વયં ખસી જઈશ. તેને તેનામાં રહેવા દે. તું તારામાં, તારા “શુદ્ધ ચૈતન્યસ્વરૂપમાં રહે. ચિત્માત્ર સ્વરૂપનો પક્ષ પકડીશ તો સૂર્ય જેવા ઝળહળતા પ્રકાશપુંજ રૂપે પરિણમવા માંડીશ.
રાગને તું બોલાવે નહિ તો તે સ્વયં ચાલ્યો જશે. તું રાગમાં *. न विधिः प्रतिषेधो वा कुशलस्य प्रवर्तितुम् ।
तदेव वृत्तमात्मस्थं कषायपरिपक्तये ॥ (सिद्धसेनीय द्वात्रिंशिका-१०/२०) - નિર્ણન મનસા વોવમુચ મોનાનું, તે એ સમયે તૃવિ પઢીય તા..... |
(ન્દ્રસ્તુતિ વતુર્વેતિવૃત્તિ-૨૬/?) २. यदात्मनाऽऽत्माऽऽस्रवयोविभेदो, ज्ञातो भवेत् ज्ञानदृशा तदानीं ।
निवर्ततेऽज्ञानजकर्तृकर्मप्रवृत्तिरस्मान्निखिलापि मंक्षु ॥ (अध्यात्मबिन्दु २५) .. चिन्मात्रनिर्भरनिवेशितपक्षपातः, प्रातर्घरत्नमिव दीप्तिमुपैति योगी ।
(મથ્યાત્મોપનિષત- રા૫૬)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org