________________
આકુળતા છૂટીને નિરાકુળ એવા આત્મસ્વરૂપમાં ઉપયોગ ઠરી જાય, લીન થાય, જામી જાય.
સંવેદનાત્મક ભેદજ્ઞાન થયા પછી રાગાદિ પરિણામો ઊભા થાય ત્યારે હું રાગાદિ વિભાવને ટાળું, સંકલ્પ-વિકલ્પને હટાવું, નકામા વિચારોને દૂર કરું. મોહોદયને ફગાવી દઉં-ભગાવી દઉં'- આ પ્રકારે પરિણામ ઊભા થવાની શક્યતા છે. પરંતુ આટલી ઊંચી ભૂમિકાએ પહોંચ્યા પછી તેમ ન કરવું. * ઉગ કર્યા વિના, કર્મોદયજન્ય રાગાદિ પરિણામોને ભેદજ્ઞાનના સહારે જુદા પાડી, તેમાંથી શાંત ચિત્તે પસાર થઈ જવું.* કર્મજન્ય ભાવોને ઝાંઝવાના નીર તુલ્ય સમજીને, વિના ખચકાટે, નિર્ભયતાથી તે પરિસ્થિતિમાંથી નીકળી જવું. આ તાત્ત્વિક નિર્જરામાર્ગ છે.
વિભાવ અને વિકલ્પ કેમ આવ્યા? હું ઝડપથી તેને ટાળું - એમ ઉદ્વિગ્ન થવાથી તો નીરસતા-વિરસતા થાય, શુષ્કતા-શૂન્યતા જેવું થાય. તેને હટાવવામાં નિષ્ફળતા મળતાં હતાશા-નિરાશા પણ આવી શકે અને પુરુષાર્થ મંદ પડી જાય. વિકલ્પને ઓછા કરવાથી, મંદ કરવાથી, રોકવાથી, દબાવવાથી માનસિક શાંતિ પ્રગટ થાય. પણ એ તાત્ત્વિક શાંતિ નથી. રાગાદિથી ભેદજ્ઞાન કર્યા વિના થતું એ કાર્ય કર્મના ઉપશમનો માર્ગ છે, ક્ષયનો માર્ગ નથી.
વિવિધ પ્રકારની દેહાવસ્થા વર્તમાનકાલીન રાગાદિ પરિણામો, સંકલ્પવિકલ્પો વગેરે તો કર્મનાટકમાં તારા દ્વારા ભજવાઈ રહેલો રોલ છે, પાર્ટ છે. કર્મનાટકમાં રોલ બદલવાથી કે પાર્ટ ભજવવાનો ઈન્કાર કરવાથી તું કાયમી શાંતિ મેળવી નહિ શકે. જરૂર છે તારા મૂળભૂત સ્વરૂપને યાદ કરવાની, ચૈતન્ય સ્વરૂપને અંદરમાં અનુભવવાની. પછી ગમે તે રોલ બહારમાં ભજવાતો રહે, બાહ્ય વિવિધ અભિનયો ભલે થતા રહે. તેનાથી તું દુઃખી નહિ થઈ શકે. શ્રીમંત તરીકે કે ગરીબ તરીકેનો પાર્ટ ભજવવામાં તને લાભ કે નુકશાન છે જ નહિ તો શા માટે અનુકૂળ રોલ ભજવવાના મનોરથ કરે છે ? શા માટે પ્રતિકૂળ રોલ ભજવવામાં બેચેન બને છે ? A વિષયનું સાધ: પૂર્વનિર્વાધિયા ત્યને 12 (પૃષ્ઠ ૩૯/૪૦ માં જણાવ્યા મુજબ)
न त्यजेन्न च गृह्णीयात्, सिद्धो विन्द्यात् स तत्त्वतः ।। (अध्यात्मोपनिषत् - २१९) .. पुवकयं निम्मायं अणुहवियव्वं अविमणाए (पउमचरियं १७/१४)
मायाम्भस्तत्त्वतः पश्यन्ननुद्विग्नस्ततो द्रुतम् ।। तन्मध्येन प्रयात्येव, यथा व्याघातवर्जितः ।। (अध्यात्मसार-५।१६,योगदृष्टिसमु.१६५)
૬૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org