________________
અજ્ઞાન. માટે રાગ વગેરે કરતાં પણ *અજ્ઞાન મોટો શત્રુ છે. રાગને પોતાનું સ્વરૂપ માનવું એ જ મોટું અજ્ઞાન છે. પોતાના વાસ્તવિક સ્વરૂપના અજ્ઞાનનું દુઃખ નથી લાગતું એ જ મોટું અજ્ઞાન છે. એ જ મોટો દોષ છે, ભ્રમ છે, ગેરસમજ છે. કર્મના પ્રતાપે “આત્મા અને પરમાત્મા વચ્ચે ભેદભાવ માનવો એ પણ ગેરસમજ જ છે. આ ગેરસમજ તું કાઢી જ નાંખજે.
એક વાત તો નિશ્ચિત છે કે જેમાંથી પરમ તૃપ્તિ થાય તેમાં કંદ થાક, કષ્ટ, તણાવ, આકુળતા, તકલીફ ન લાગે. રાગાદિ પરિણતિ કે કામવાસનાનું સુખ આવું નથી. માટે જ તે કૃત્રિમ છે, ઔપાધિક છે, કર્મજન્ય છે, કર્મજનક છે, તૃષ્ણાવર્ધક છે. પોતાનું સ્વરૂપ પોતાને દુઃખરૂપ, આકુળતારૂપ કે ભારબોજસ્વરૂપ ન જ બને. તો પછી આકુળતારૂપ રાગાદિ પરિણતિ એ આત્મસ્વભાવ-આત્મસ્વરૂપ કઈ રીતે બને ? આકુળતારૂપ વેદન થાય તે આત્માનું સ્વરૂપ ન જ હોય. માટે જ રાગાદિ તારું સ્વરૂપ નથી જ. રાગ કેવળ આકુળતારૂપ છે. તું તો આનંદમય છે. રાગ ક્ષણિક છે, તું શાશ્વત છે. રાગ એક જાતની લપ-તલપ-તાપ-સંતાપ છે, ભારબોજ છે. તારામાં તો ભારવિહીન કેવળ હળવાશ અને પરમ શીતળતા છે. આમ વિચારદશા સ્વરૂપ ભેદજ્ઞાન પરિપકવ થતાં તૃતીય તબક્કાનું નિર્ણયાત્મક ભેદજ્ઞાન થાય છે કે ‘શરીર કે રાગાદિ મારું સ્વરૂપ નથી જ. હું તેનાથી તદ્દન જુદો છું.' માટે તું વિચારદશાએ કરી એટલો નિર્ણય પાકો રાખજે કે ‘રાગાદિ વિભાવ મારું સ્વરૂપ નથી જ.'
પરંતુ માત્ર ‘હું વિભાવથી જુદો છું.' એમ બોલવાથી ઠેકાણું ન પડે. સુવિચારદા દ્વારા ‘રાગાદિથી હું જુદો જ છું’-એવું નિર્ણયાત્મક ભેદજ્ઞાન થયા પછી પણ ‘રાગાદિ વિભાવ દુઃખરૂપ છે, આકુળતારૂપ છે, * ઉપદ્રવ છે, ભારબોજ છે, ત્રાસરૂપ છે. આભાસિક છે, ક્ષણભંગુર છે. તુચ્છ અને અસાર છે, રખડાવનાર અને રઝળાવનાર છે, ભમાડનાર અને ભટકાવનાર છે, ભૂલાવનાર અને ભૂલાવામાં પાડનાર છે' એમ અંતરમાં ખટક થાય તો જ દઢ વૈરાગ્ય પ્રાપ્ત થવા દ્વારા અનાદિકાલીન વિભાવદશાથી આત્મા છૂટો પડે અને સંવેદનાત્મક ભેદજ્ઞાન થાય. એ રીતે ક્રમે કરીને વિકલ્પની * अज्ञानं खलु कष्टं क्रोधादिभ्योऽपि सर्वपापेभ्यः ।
. कर्मजनितो, भेदः पुनरुपप्लवः || (अध्यात्मसार
૧૮૦૧૨)
નિર્મમચૈવ વૈરાગ્યું, સ્થિરત્વમવા તે ત્યનેત્તતઃ પ્રાજ્ઞા,મમતામત્યનર્થવામ્ (અધ્યાત્મસાર-૮૦)
કર
Jain Education International
.
For Private & Personal Use Only
www.jainelibrary.org