________________
૧૪. પાંચ પ્રકારના ભેદજ્ઞાનની માર્મિક સાધનામાં લાગી જા
પરમાત્મા :→ વત્સ ! જ્ઞાનામૃતનું પાન કરાવનારી નિર્વિકલ્પદશાએ પહોંચવા માટે આત્મભાનપૂર્વક “ભેદજ્ઞાનનો (= વિવેકજ્ઞાનનો) અભ્યાસ આવશ્યક છે. ‘બાહ્ય જડ પદાર્થો, દેહ, ઈન્દ્રિય, મન, વિચાર, કર્મ, કર્મોદયજન્ય પરિસ્થિતિ, રાગાદિ વિભાવ પરિણતિ અને સંકલ્પ-વિકલ્પ વગેરેથી ભિન્ન હું અસંગ અવિનાશી શુદ્ધ ચૈતન્યરૂપ આત્મા છું. આ શરીર સાથે સંકળાયેલી વ્યક્તિ અને વસ્તુઓ તથા તેના નિમિત્તે થયેલા કલેશસંકલેશથી પણ હું ભિન્ન જ છું. પૌદ્ગલિક સુખ-દુઃખ, માન-અપમાન પણ મારું સ્વરૂપ નથી જ. બહારમાં મકાન-દેહાદિથી તો હું જુદો છું જ. પરંતુ અંદરમાં રાગાદિ વિભાવ પણ મારો સ્વભાવ નથી જ.' આ રીતે સતત સર્વત્ર ભેદજ્ઞાનનો ઊંડો અને વેધક અભ્યાસ કરવો.
‘હું શુદ્ધ આત્મા છું.’ આવી દ્રવ્યદૃષ્ટિનું જોર અને ભેદજ્ઞાનના અભ્યાસનું નૈરન્તર્ય નિર્વિકલ્પદશાનું સાધક છે. પ્રથમ વિકલ્પાત્મક ભેદજ્ઞાન થાય. પછી બીજી કક્ષામાં વિચારદશારૂપ ભેદજ્ઞાન થાય. પશ્ચાત્ ત્રીજા તબક્કે નિર્ણયાત્મક ભેદજ્ઞાન થાય. પછી ચોથા તબક્કે સંવેદનાત્મક ભેદજ્ઞાન પ્રગટે. ત્યાર બાદ પાંચમી ભૂમિકામાં સહજ નિરંતર પરિણતિરૂપ ભેદજ્ઞાન અનુભવાય. પછી છઠ્ઠી ભૂમિકાએ કેવલ નિર્વિકલ્પદશામાં સ્થિર થવાય.
*‘દેહ-ગેહ-નેહ આદિથી હું જુદો છું’- આવું પ્રાથમિક વિકલ્પાત્મક ભેદજ્ઞાન થયા પછી સ્વ-પરના સ્વરૂપની, જડ-ચેતનના લક્ષણની ઊંડી વિચારણા થતાં થતાં બીજી કક્ષાનું વિચારદશારૂપ ભેદજ્ઞાન થાય છે. મૂઢ દશા ત્યાગીને તલસ્પર્શી આત્મવિચારદશા ન આવે, ત્યાં સુધી સર્વ પ્રવૃત્તિમાં દૃઢ ભેદજ્ઞાન થવું, ટકવું મુશ્કેલ છે. આત્માનો શત્રુ રાગ છે, છે. રાગાધ્યાસના લીધે જ દેહાધ્યાસ, કામાધ્યાસ, નામાધ્યાસ, રૂપાધ્યાસ વગેરે ઊભા થાય છે. રાગાધ્યાસ થવાનું કારણ છે શુદ્ધ આત્મસ્વરૂપનું
રાગાધ્યાસ
निर्विकल्पसमुत्पन्नं ज्ञानमेव सुधारसं ।
"
विवेकमञ्जलिं कृत्वा तं पिबन्ति तपस्विनः || ( परमानंदपंचविशंति ५)
चिन्मात्रलक्षणेनान्यव्यतिरिक्तत्वमात्मनः ।
प्रतीयते यदश्रान्तं तदेव ज्ञानमुत्तमम् ।। (अध्यात्मोपनिषत् २।१५)
*. देहं गेहं च धणं सयणं मित्ता तहेव पुत्ताय ।
अण्णा ते परदव्वा एएहिंतो अहं अण्णो ॥ ( उपदेशरहस्य
Jain Education International
For Private & Personal Use Only
-
398)
૬૧
www.jainelibrary:org